ગુજરાત સરકારીશ્રી દ્વારા સાયબર ક્રાઈમ અને ઓનલાઇન છેતરપીંડી આચરતા ગુનેગારોને પકડવા
માટે “ઓપરેશન મ્યુલ હન્ટ-૨.૦” શરુ કરવામાં આવેલ છે જે અન્વયે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ
અધિકારી સાહેબશ્રી, ગુજરાત રાજય, ગાંધીનગર નાઓએ સરકારશ્રીના આ ઓપરેશન અંતર્ગત સાયબર ક્રાઇમ
અને ઓનલાઇન છેતરપીંડી આચરતા સાયબર માફિયાઓના ફાયનાન્શિયલ નેટવર્કને તોડી પાડવા માટે મ્યુલ
એકાઉન્ટની તપાસ કરવા, બેન્ક ખાતાઓ સીઝ કરવા, તેમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના અને
માર્ગદર્શન આપવામાં આવેલ છે.
શ્રી આર.વી.અસારી સાહેબ પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર વિભાગ ભાવનગરનાઓએ રેન્જના
જિલ્લાઓમાં “ઓપરેશન મ્યુલ હન્ટ-૨.૦” અંતર્ગત રજી. થયેલ ગુન્હાના આરોપીઓ પકડવા ખાસ સુચના આપેલ
હોય જે અન્વયે શ્રી સંજય ખરાત સાહેબ પોલીસ અધિક્ષક, જિ.અમરેલીનાઓ દ્વારા જિલ્લાના “ઓપરેશન મ્યુલ
હન્ટ-૨.૦” અંતર્ગત રજી. થયેલ ગુન્હાના આરોપીઓ પકડવા અસરકારક કામગીરી કરવા જરૂરી માર્ગદર્શન તથા
સુચના આપેલ હોય અને તા.૧૨/૦૬/૨૦૨૬ થી તા.૨૧/૦૬/૨૦૨૬ દિન-૧૦ સુધી નાસતા ફરતા સ્પેશ્યલ ડ્રાઇવ
ચાલુ હોય તેમજ શ્રી સી.પી.વાઘેલા પો.ઇન્સ.સા. એલ.સી.બી. અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ એન.જી.સાપરા
પો.સબ ઇન્સ. પેરોલ ફર્લો સ્ક્વોર્ડ જિ.અમરેલી નાઓના સીધા સુપરવીઝન હેઠળ ટીમ સાથે તા.૧૫/૦૬/૨૦૨૬ ના
ક.૨૩/૦૦ થી તા.૧૬/૦૬/૨૦૨૬ ના ક.૦૫/૦૦ દરમ્યાન જ.ના.રા.માં હોય તે દરમ્યાન હ્યુમન ઇન્ટેલીજન્સ તથા
ટેક્નીકલ સોર્સ મારફતે હકીકત મળેલ કે લાઠી પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૩૦૩૪૨૫ ૦૩૦૩/૨૦૨૫ BNS કલમ
૩૧૭(૨),૩૧૭(૪) મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી હૈદરઅલી અલીહુસેન કપાસી રહે.બાબરા
તા.બાબરા જિ.અમરેલી વાળો નાસતો ફરતો હોય જે બાબતે તપાસ તજવીજ કરાવતા મજકુર આરોપીને
તા.૧૬/૦૬/૨૦૨૬ ના રોજ બાબરા ખાતેથી હસ્તગત કરી આગળની ઘટતી કાર્યવાહી કરવા સારૂ લાઠી પો.સ્ટે.ને
સોંપી આપવા તજવીજ કરેલ છે.
વિગતઃ- આ કામે છ માસ પહેલા આરોપીએ અલગ અલગ લોકોના બેંક એકાઉન્ટ ભાડે થી અપાવી પોતાના
આર્થિક ફાયદા સારૂ બેન્ક એકાઉન્ટમાં સાયબર ફ્રોડના રૂપિયા જમા કરી-કરાવી ગુન્હો કરેલ જે ગુન્હાના કામે મજકુર
આરોપીનુ નામ ખુલવા પામેલ જે કામે આરોપી આજદિન સુધી નાસતો ફરતો હતો.
પકડાયેલ આરોપી:- હૈદરઅલી અલીહુસેન કપાસી ઉ.વ.૨૯ ધંધો. ભંગાર લે વેંચનો
રહે.બાબરા,ચમારડીનો ઝાંપો તા.બાબરા જિ.અમરેલી
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી:-
આ કામગીરી શ્રી સી.પી.વાઘેલા પો.ઇન્સ.સા. એલ.સી.બી. અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી
એન.જી.સાપરા પો.સબ ઇન્સ. પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી, અના.એ.એસ.આઇ. એ.એમ.સોલંકી તથા અના. હેઙકોન્સ.
એસ.કે.શેખ એ રીતેના જોડાયેલ હતા.

















Recent Comments