fbpx
અમરેલી

દામનગર શહેરની રસ્તા વિહોણી સોસાયટી ખોડિયારનગર અને ખેડૂતો માટે કાયમી રસ્તો સંપાદિત કરો તંત્ર ની ભૂલ નો ભોગ ખેડૂતો અને ખોડિયારનગરના રહીશો બન્યા

દામનગર શહેર ની રસ્તા વિહોણી સોસાયટી  ખોડિયારનગર ના રહીશો એ પોતા ની મરણ મૂડી ખર્ચી રહેણાંક મકાન તો બનાવ્યા પણ કાયમી રસ્તો ક્યાં? રાજકીય જસ માટે  બિનખેતી હુકમ લે આઉટ પ્લાન બનાવી પ્લોટ ફાળવી લેવાયા રસ્તા વગર ની વસાહત  તંત્ર ની ભૂલ નો ભોગ બન્યા ખેડૂતો અને ખોડિયારનગર રહીશો રેલવે ફાટક બંધ થતાં ભારે લાચારી વશ રેલવે ટ્રેક ઓળગી અવરજવર કરતા ખોડિયારનગર ના રહીશો માટે નગરપાલિકા અધિનયમ ૧૯૬૩ ની કલમ ૬૯ માં ફરજીયાત જમીન સંપાદન કરી રસ્તો રાજ્ય સરકાર ના ખર્ચે બનાવી શકાય આટલી બધી લાચારી ભોગવતા આર્થિક પછાત વસાહત ખોડિયારનગર ના રહીશો અને ૫૦૦ વિધા કરતા વધુ ખેતી ની જમીન રેવન્યુ રસ્તા વાંકે બિન ખેડવાણ ખેતી ની જમીન પાંચ વર્ષ કરતા વધુ સમય થી પડી રહેવા પામી છે ત્યારે સ્થાનિક નગર પાલિકા અને રેવન્યુ વિભાગે સંકલન કરી ખોડીયારનગર રહીશો અને ખેડૂતો નો પ્રશ્ન ઉકેલવા વારંવાર ની રજૂઆતો નો યોગ્ય નિકાલ કેમ નથી કરતો વિકલ્પ તરીકે રેલવે ગરનાળુ કાયમી ગંદાપાણી થી ભરાયેલ રહે છે ત્યારે જોખમ રૂપ રેલવે ટ્રેક ઓળગી અવરજવર કરતા ખોડિયારનગર માં એક રસ્તો કાયમી સંપાદિત કરી બંને પ્રશ્નો ઉકેલી નગરપાલિકા અને રેવન્યુ રસ્તો બનાવી જાહેર જનતા સાથે ન્યાય કરોવો જોઈ એ 

Follow Me:

Related Posts