ભાવનગર

ભાવનગર જિલ્લામાં નિયત કરાયેલાં વિસ્તારમાં કોઈપણ વ્યક્તિએ ઘન કચરો, પ્લાસ્ટીક કે અલંગ યાર્ડમાંથી નીકળતા પ્લાસ્ટીક કોટેડ વાયર વગેરેને બાળવા/સળગાવવા પર પ્રતિબંધ

ભાવનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.ડી.ગોવાણીએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની
કલમ-૧૬૩ ની પેટા કલમ-(૧) હેઠળ મળેલ અધિકારની રૂઈએ ફરમાવ્યું છે કે, લોકોને શુધ્ધ પ્રદુષણરહિત હવા મળી
રહે અને લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તાર, તમામ નગરપાલિકા વિસ્તાર,
ભાવનગર વિસ્તાર વિકાસ સત્તા મંડળ, અલંગ વિસ્તાર વિકાસ સત્તા મંડળમાં સમાવિષ્ટ થતાં વિસ્તારમાં કોઈપણ
વ્યક્તિએ ઘન કચરો, પ્લાસ્ટીક કે અલંગ યાર્ડમાંથી નીકળતા પ્લાસ્ટીક કોટેડ વાયર વગેરેને બાળવા/સળગાવવા
નહિ.
આ જાહેરનામું પ્રસિધ્ધ થયાની તારીખથી દિન-૬૦ સુધી અમલમાં રહેશે.
જાહેરનામાનો અમલ કમિશનરશ્રી,મહાનગરપાલિકા-ભાવનગર, મુખ્ય કારોબારી અધિકારીશ્રી-ભાવનગર
વિસ્તાર વિકાસ સત્તા મંડળ-ભાવનગર, પ્રાદેશિક અધિકારીશ્રી, ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ-ભાવનગર, નિર્દિષ્ટ
અધિકારીશ્રી અલંગ વિસ્તાર વિકાસ સત્તા મંડળ-અલંગ, સંબંધિત ચીફ ઓફીસરશ્રી, નગરપાલિકાઓ તથા સંબંધિત
પોલીસ થાણાના અધિકારીશ્રીઓએ કરાવવાનો રહેશે.
આ જાહેરનામાનું ઉલ્લંઘન કરનારને ભારતીય ન્યાય સંહિતા-ર૦ર૩ ની કલમ-૨૨૩ મુજબ સજા થશે.

Related Posts