અમરેલી

સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. ના બાઢડા ગામના યુવકની હત્યાના ગુનાના આરોપીઓને ગણતરીની કલાકોમાં પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

નિલેષ રમેશભાઇ ચુડાસમા, રહે.બાઢડા, તા.સાવરકુંડલા વાળાને પરીણીત
મહિલા સાથે પ્રેમ સબંધ હોય, જેથી પોતે આ પરીણીત મહિલાને સુરત ખાતેથી ભગાડી લઇ
ગયેલ હોય, જે વાતનું મનદુખ રાખી આરોપી વિજય ઉર્ફે રાકેશ દાનાભાઇ નકુમ
રહે.અખેગઢ, તા.મહુવા તથા તરૂણ બાંભણીયા રહે.કરલા, તા.મહુવા તથા અમીત હડીયા
રહે.ઘાંડલા, તા.સાવરકુંડલા વિગેરે નાઓએ આ નિલેષને શોધી, કોઇ પણ જગ્યાએ લઇ જઇ,
હથિયાર કે અન્ય કોઇ રીતે જીવલેણ માર મારી, બાઢડા ખાતે વિરાણી હાઇસ્કુલ પાછળ
પડતર જગ્યામાં ઉતારી નાસી ગયેલ હોય, આ નિલેષને માર મારવાને કારણે મોત થયેલ
હોય, આ અંગે નિલેષના ભાઇ વિરલભાઇ રમેશભાઇ ચુડાસમા, રહે.બાઢડા, તા.સાવરકુંડલા,
જિ.અમરેલી વાળાએ આરોપીઓ વિરૂધ્ધ ફરીયાદ જાહેર કરતા સાવરકુંડલા રૂરલ પો.સ્ટે.
ગુ.ર.નં. ૧૧૧૯૩૦૫૩૨૬૦૧૧૬૫/૨૦૨૬, ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ
૧૦૩(૧), ૫૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબનો ગુનો રજી. થયેલ.
ભાવનગર રેન્‍જ આઇ.જી.પી. શ્રી આર.વી.અસારી સાહેબ નાઓએ ભાવનગર
રેન્‍જના જિલ્લાઓમા ગંભીર ગુનાઓ કરી નાસતા ફરતા તથા ફરાર આરોપીઓને પકડી
પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ તથા અમરેલી
ઇ.ચા. પોલીસ અધિક્ષકશ્રી જયવીર ગઢવી સાહેબ નાઓએ ઉપરોકત બનાવ અન્વયે ગંભીર
ગુનો કરી, ફરાર થયેલ આરોપીને પકડી પાડવા અમરેલી એલ.સી.બી. ટીમને સુચના આપેલ
હોય,
જે અન્‍વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ. શ્રી સી.પી.વાઘેલા તથા
એલ.સી.બી. ટીમ દ્રારા ઉપરોકત ખુનનો ગંભીર ગુનો કરી ફરાર થયેલ આરોપીને બાતમી
હકિકત તેમજ ટેકનીકલ સોર્સ આધારે ગણતરીની કલાકોમાં પકડી પાડી, આગળની કાર્યવાહી
થવા સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ છે.
 પકડાયેલ આરોપીની વિગતઃ-

(૧) વિજય ઉર્ફે રાકેશ દાનાભાઇ નકુમ, ઉ.વ.૩૨, રહે.અખેગઢ, તા.મહુવા, જિ.ભાવનગર,
હાલ રહે. સુરત, કામરેજ, રીધ્ધી સીધ્ધી સોસાયટી.
(૨) અમીત મનુભાઇ હડીયા, ઉ.વ.૨૬, રહે.ધાંડલા, તા.સાવરકુંડલા, જિ.અમરેલી, હાલ રહે.
સુરત, દેવાયતગામ, શ્રીદર્શન બંગલોઝ.
 પકડવાના બાકી આરોપીની વિગતઃ-
(૧) તરૂણ વલ્લભભાઇ બાંભણીયા, રહે.કરલા, તા.જેસર, જિ.ભાવનગર
(૨) બિપીન મનસુખભાઇ કલસરીયા, રહે.માળીયા, તા.મહુવા, જિ.ભાવનગર.
 કામગીરી કરનાર અધિકારીશ્રી તથા પોલીસ સ્ટાફઃ-
આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી સી.પી.વાઘેલા તથા પો.સ.ઇ.શ્રી
જે.ડી.વાઘેલા તથા પો.સ.ઇ.શ્રી એમ.ડી.ગોહિલ તથા એ.એસ.આઇ. યુવરાજસિંહ રાઠોડ,
રાહુલભાઇ ચાવડા, ઘનશ્યામભાઇ મકવાણા, કનાભાઇ સાંખટ તથા હેડ કોન્સ. દશરથસિંહ
સરવૈયા, ગીરીરાજસિંહ જાડેજા, મહેશભાઇ મુંધવા, તુષારભાઇ પાંચાણી, અશોકભાઇ સોલંકી
દ્વારા કરવામાં આવેલ છે.

Related Posts