ધૈર્યરાજસિંહની મદદ માટે અમરેલી જિલ્લા યુવા ભાજપ મંત્રી એ મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ

મુખ્યમંત્રી રાહતફંડ માંથી સહાય આપવા બાબત ની લેખીત રજૂઆત કરતા યુવા ભાજપ ના મંત્રી વનરાજ વરૂ
મહિસાગર જિલ્લાના કાનેસર ગામના અને હાલ ગોધરા રહેતા એક પરિવારના રાજદીપ રાઠોડના ૩ મહિનાના પુત્ર ધૈર્યરાજસિંહને મદદની જરૂર છે.ધૈર્યરાજને SMA-1 નામની બિમારીના ઈલાજ માટે એક ખાસ ઈન્જેક્શનની જરૂર છે. જેની કિંમત ૧૬ કરોડ રૂપિયા છે. જેના માટે હાલ ગુજરાતભરમાંથી ફંડ એકઠું કરવામાં આવી રહ્યું છે તાજેતર મા ગોંડલ ધારાસભ્ય ગીતાબા જાડેજા દ્વારા મુખ્યમંત્રી ને રજુઆત કરાય હતી ત્યાર બાદ અમરેલી જિલ્લા યુવા ભાજપના મંત્રી વનરાજ વરૂ દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર પાઠવી લેખીત રજૂઆત કરાઈ હતી.
ગરીબ હોય કે અમીર કોઇપણ પરિવારમાં વ્હાલસોયાનું આગમન એક અનહદ ખુશીની અનુભૂતિ કરાવે છે. દીકરો હોય કે દીકરી પરિજનો તેના આગમનથી જ તેના ભવિષ્ય માટે સ્વપન જોઇ એક કાલ્પનિક પ્લાનિંગ કરી દેતા હોય છે. પરંતુ ક્યારેક કુદરતી ઉભા થતા સંજોગો સ્વજનો માટે મુશ્કેલી લઇને આવે છે. મહિસાગર જિલ્લાના કાનેસર ગામના અને હાલ ગોધરા રહેતા એક પરિવારના રાજદીપસિંહ રાઠોડના બાળક ધૈર્યરાજસિંહને મદદની જરૂર છે.
વિગતે જોઈએતો રાજદિપસિંહ સુરેન્દ્રસિંહ રાઠોડના ત્રણ માસના પુત્રને”એસ.એમ.એ .૧ ” નામની ગંભીર બિમારી છે . જે બિમારીના સારવાર અર્થે ઈજેકશનની જરૂરીયાત છે અને સદર ઈજેકશનની કરવેરા સિવાયની અંદાજીત રકમ રૂા . ૧૬ કરોડ ( અંકે સોળ કરોડ ) જેટલી થાય છે . શ્રી રાજદિપસિંહ સુરેન્દ્રસિંહ રાઠોડ મધ્યમ વર્ગીય પરીવારમાંથી આવે છે અને ઉપરોકત ઈન્જકશનની ખરીદી કરી શકે તેવી તેમની આર્થિક પરિસ્થિતિ અને તાજેતરમાં પ્રધાનમંત્રીશ્રી દ્વારા એક બાળકને સમાન બિમારી હોઈ તે બાળકને ઈન્જકશન અપાવીને મદદરૂપ થયેલ છે . જેને ધ્યાને લઈશ્રી રાજદિપસિંહ સુરેન્દ્રસિંહ રાઠોડના ત્રણ માસના પુત્રને સારવાર મળી રહે તથા તેની જીંદગી બચી જાય તે માટે તે માટે મુખ્યમંત્રી કક્ષાએથી મુખ્યમંત્રી રાહતફંડ માંથી સહાય આપવ ભલામણ કરી છે વનરાજભાઈ વરૂ યુવા ભાજપ મંત્રી અમરેલી જિલ્લો
Recent Comments