અમરેલી

પાટી ગામે ખેડૂતનાં રહેણાંક મકાનમાંથી રૂા. ર લાખનાં રોકડ-દાગીનાની ચોરી

ખાંભા તાલુકાના પાટી ગામે રહેતા અને ખેતીકામ કરતા રમેશભાઈ દુલાભાઈ ડોબરીયા નામના 4પ વર્ષીય ખેડૂતના રહેણાંક મકાનમાં ગત તા.16ના સવારે 8:30 થી બપોરના 1:30ના સમયગાળા દરમિયાન ખાંભાના જીવાપરા ખાતે રહેતા રમેશ બાબુભાઈ પરમાર નામના ઈસમે ખેડૂતના મકાનની દિવાલ કૂદી ઘરમાં પ્રવેશ કરી રૂમનું તાળુ તોડી અભેરાય ઉપર રાખેલ ટીનના ડબ્‍બામાંથી રોકડા રૂપિયા 1 લાખ, સોનાનો પોચો 30 ગ્રામ કિંમત રૂા. 4પ,60ર તથા ચાંદીનો કંદોરો-1 કિંમત રૂા. 1પ00, ચાંદીના છડા જોડી-1 કિંમત રૂા. 600, ચાંદીના પાતળા છડા 3 જોડી કિંમત રૂા. 600 મળી કુલ રૂા. 1,99,4પ6ના મુદામાલની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ ખાંભા પોલીસમાં નોંધાઈ છે.

Follow Me:

Related Posts