એક તરફ વિશ્વ તેલ સંકટના સર્જક ગણાતા અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના પરિવાર માટે ચુસ્ત બંદોબસ્ત, તો બીજી તરફ તામિલનાડુમાં જનતાની સુખાકારીનો અનોખો દાખલો
———————————————————-
કોઈના વૈભવ વધારવા અહીં રસ્તાઓ રોકાય છે,
ને કોઈના આવવાથી જનતાના શ્વાસ છોડાય છે.
દુનિયાને તેલની કટોકટી
આપનારા ઓ ‘જમાદાર’,
તારા જ રક્ષણ કાજે આજે રૈયત અહીં પીડાય છે.
–“પાંધી સર”
આજરોજ જામનગરમાં એક બેધ્યાન કરી ન શકાય તેવી હાઈ-પ્રોફાઈલ મુલાકાત જોવા મળી રહી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રી અને જમાઈ ચુસ્ત સુરક્ષા કાફલા સાથે ખાવડી હાઈવે તરફ આવેલા રિલાયન્સના પ્રખ્યાત ‘વનતારા જંગલ પાર્ક’ની મુલાકાતે પધાર્યા છે. ઉલ્લેખનીય છે કે જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વિશ્વની સૌથી મોટી રિફાઇનરી આવેલી છે, જ્યાં મોટા પાયે ક્રૂડ ઓઈલ રિફાઈન કરીને વિદેશોમાં નિકાસ કરવામાં આવે છે.
જો કે, આ મુલાકાત વૈશ્વિક રાજકારણના એક મોટા વિરોધાભાસને પણ સપાટી પર લાવે છે. આજે ઈઝરાયેલ-ઈરાન યુદ્ધમાં અમેરિકાના વલણને કારણે વૈશ્વિક સ્તરે તેલની ભારે કટોકટી ઊભી થઈ છે, ત્યારે તે જ તેલના મુખ્ય કેન્દ્ર સમાન જામનગરમાં આ વૈશ્વિક નેતાઓના પરિવાર માટે રસ્તાઓ રોકીને અભેદ્ય કિલ્લા જેવી સુરક્ષા ગોઠવવામાં આવી છે.
આ હાઈ-પ્રોફાઈલ સુરક્ષા વ્યવસ્થાની સામે એક સમાંતર અને પ્રેરણાદાયી દ્રશ્ય તામિલનાડુથી સામે આવી રહ્યું છે. ત્યાંના મુખ્યમંત્રી વિજય થલાપતિ જ્યારે પણ કોઈ અગત્યની સત્તાવાર મુલાકાતે નીકળે છે, ત્યારે જાહેર જનતાને સહેજ પણ અગવડ ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. સીએમના કાફલા માટે આખો રસ્તો બંધ કરવાને બદલે માત્ર એક જ લેન, અને તે પણ ખૂબ જ ટૂંકા સમય માટે બ્લોક કરવામાં આવે છે.
આમ, એક તરફ જગત જમાદાર અમેરિકાના અતિથિઓ માટે સામાન્ય જનતાનો ભોગ લેતું આકરૂં વીઆઈપી કલ્ચર છે, તો બીજી તરફ જનતાની અગવડનો ખ્યાલ રાખતી ભારતીય લોકશાહીની સંવેદનશીલતાનું ચિત્ર છે.
મતદારોમાં માલિક અને સેવકના બદલાતા અને દૃઢ થઈ રહેલ ખ્યાલો હવે આજ દિ લગી કર્યા એવા જલવા આ સેવકપંથીઓને કરવા દે એવું લાગતું નથી.
માટે આપમેળે સુધરે તો સારું…
યુરોપમાં બસમાં,સાયકલ પર વી.વી.આઈ.પી.ઓ આજે પણ જોવા મળે જ છે.
ભારત હજુ “શાસક ભવ્યતા”ના ” ગુલામી માનસ”માંથી બહાર આવ્યું નથી.
*તિખારો તમતમાટ ભરેલો,નો મિર્ચી મસાલા..*
આ વી.આઈ.પી.ઓ માટે મોટી જબ્બર ” પાઈપ લાઇન” બુલેટ પ્રૂફ જ રોડ ઉપર જ બિછાવી દે તો કેમ?

















Recent Comments