અમરેલી

શાંતાબા જનરલ હોસ્પિટલ, અમરેલી ખાતે Meckel’s Diverticulum જેવી દુર્લભઆંતરડાની બીમારીની સફળ અને નિઃશુલ્ક સારવાર

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના 20 વર્ષીય યુવાન ઉદયભાઈ સાકરિયાને 2 દિવસથી પેટમાં અસહ્ય દુખાવાની
તકલીફ હોવાથી તેઓ સારવાર માટે શાંતાબા જનરલ હોસ્પિટલ, અમરેલી ખાતે આવ્યા હતા. સર્જરી વિભાગના નિષ્ણાંત સર્જન
ડોક્ટર દ્વારા દર્દીની વિગતવાર તપાસ અને CT Scan કરવવામાં આવતા તેમને Acute Intestinal Obstruction
(આંતરડામાં ગંભીર અવરોધ) હોવાનું નિદાન થયું. વધુ તપાસ દરમિયાન આ અવરોધનું કારણ Meckel’s Diverticulum
હોવાનું જાણવા મળ્યું.
Meckel’s Diverticulum એ નાના આંતરડામાં જન્મજાત રીતે બનેલી એક કોથળી (Diverticulum) છે, જે
કેટલીકવાર આંતરડામાં બ્લોકેજ, રક્તસ્ત્રાવ અથવા અન્ય ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે છે. Meckel’s Diverticulum
એક દુર્લભ જન્મજાત સ્થિતિ છે, જે આશરે 2% લોકોમાં જોવા મળે છે. સામાન્ય રીતે આ કોથળી લગભગ 2 ઇંચ (5 સેમી)
લાંબી હોય છે અને ઇલિઓસિકલ વાલ્વથી લગભગ 2 ફૂટ (60 સેમી) દૂર આવેલી હોય છે. આ બીમારીના લક્ષણો પુરુષોમાં
સ્ત્રીઓની તુલનામાં લગભગ બે ગણા વધુ જોવા મળે છે.
આ સમસ્યાની સારવાર માટે દર્દીની Exploratory Laparotomy સર્જરી કરવામાં આવેલ હતી. ઓપરેશન
દરમિયાન Meckel’s Diverticulum ધરાવતા નાના આંતરડાના અસરગ્રસ્ત ભાગને દૂર કરવામાં આવ્યો અને નાના
આંતરડાના બંને છેડાઓને આધુનિક Surgical Stapler Technique દ્વારા સફળતાપૂર્વક ફરીથી જોડવામાં આવ્યા. આ
પદ્ધતિથી દર્દીને ઝડપી સાજા થવામાં મદદ મળે છે અને ઓપરેશન બાદની જટિલતાઓનું પ્રમાણ પણ ઓછું રહે છે. સર્જરી બાદ
દર્દીનું પેટ ત્રીજા દિવસે સફળતાપૂર્વક સાફ થયું હતું અને તેમની તબિયતમાં સુધારો થતા પાંચમા દિવસે તેમને હોસ્પિટલમાંથી રજા
આપવામાં આવી હતી.
આ સફળ સર્જરી શાંતાબા જનરલ હોસ્પિટલના સર્જરી વિભાગના ડૉ. નિકુંજ ભેસાણીયાના માર્ગદર્શન હેઠળ ડૉ.
ગૌતમ ભરડા તથા એનેસ્થેસિયા વિભાગની ટીમના સહયોગથી કરવામાં આવી હતી. દર્દીની સમગ્ર સારવાર સંપૂર્ણપણે નિઃશુલ્ક
કરવામાં આવી હતી.
આવી અતિ દુર્લભ અને ખર્ચાળ સારવાર નિઃશુલ્ક અને ઉચ્ચ ગુણવત્તા સાથે ઉપલબ્ધ કરાવવા બદલ દર્દી અને તેમના
પરિવારજનોએ શાંતાબા જનરલ હોસ્પિટલ, હોસ્પિટલના ડૉક્ટર્સ તથા ગજેરા ટ્રસ્ટ પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

Related Posts