fbpx
અમરેલી

પેટલાદ શ્રી નારાયણ સંસ્કૃત મહાવિદ્યાલય માં દામનગર ના શાસ્ત્રી મહેશભાઈ પંડયા નું ભવ્ય સન્માન

દામનગર વિદ્વાન શાસ્ત્રીજી મહેશભાઈ શાંતિભાઈ પંડ્યા નું પેટલાદ શ્રીનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલય માં ભવ્ય સન્માન  દામનગર બ્રહમ સમાજ નું ગૌરવ એવા શાસ્ત્રી મહેશભાઈ શાંતિભાઈ પંડયા નું તા૨૬/૧૧/૨૧ ના રોજ પેટલાદ શ્રી નારાયણ સંસ્કૃત મહાવિદ્યાલય ની શતાબ્દી મહોત્સવમાં સન્માનપત્ર  તથા શતાબ્દી સ્મરણિકા પુસ્તક માં પાઠશાળા સો વર્ષ માં અભ્યાસ કરેલ તેવાં તેજસ્વી છોત્રો માં વિદ્વાન શાસ્ત્રીજી મહેશભાઈ નો પરિચય છાપવામાં આવેલ. આ પાઠશાળામાં  પ.પૂ.ડોગરેજી મહારાજ. પ.પૂ પ્રમુખ સ્વામી મહારાજ. પ.પૂ કૃષ્ણ શંકર દાદાજી. વિગેરે અનેક મહાનુભાવો એ અભ્યાસ કરેલ શ્રી નારાયણ સંસ્કૃત પાઠશાળા ના ગૌરવ સમા છાત્રો ના જીવન કવન ના ઉલ્લેખ કરતા શતાબ્દી સ્મરણિકા માં શાસ્ત્રી મહેશભાઈ પંડયા ના પરિચય સાથે ભવ્ય સન્માન મેળવ્યું છે 

Follow Me:

Related Posts