રાષ્ટ્રીય

પ્રદર્શનકારીઓએ મારી સાથે મારઝૂડ કરી હતી દિલ્હીમાં ખેડૂતોને મારવા આવેલા શૂટરે કર્યો સૌથી મોટો ખુલાસો

દિલ્હીની સિંધુ બોર્ડર પર ખેડૂતોની તરફથી જે શખ્સને ‘શૂટર’ ગણાવીને મીડિયા સામે રજૂ કરાયો હતો તેને પૂછપરચ્છમાં કેટલાંય સનસનીખેજ આરોપ મૂકયા છે. હરિયાણાના સોનીપતના રહેવાસી આ શખ્સે કહ્યું કે તેઓ ૧૯ જાન્યુઆરીના રોજ દિલ્હીમાં પોતાના એક સંબંધીના ઘરે આવ્યો હતો અને દિલ્હીમાં ચાલતા ચાલતા ઘૂસતા જ કેટલાંક લોકો એ તેની પકડીને મારઝૂડ કરી હતી.
યોગેશે પૂછપરચ્છમાં કહ્યું કે આ લોકો એ તેના પર દબાણ બનાવતા કહ્યું હતું કે આ લોકો જે કહે તેને મીડિયા સામે કહેવું પડશે. ત્યારબાદ યોગેશ એ મીડિયાની સામે વાતચીત કરતાં કહ્યું હતું કે તેને દિલ્હીમાં ૨૬ જાન્યુઆરીના રોજ રેલી પર ફાયરિંગ કરવા માટે મોકલ્યો હતો. જાે કે હવે યોગેશે કહ્યું કે આમ કહેવા માટે તેને એ પ્રદર્શનકારીઓએ કહ્યું હતું જે તેને પકડીને લાવ્યા હતા.
યોગેશએ કહ્યું કે અપહૃત લોકો તેને કેમ્પમાં લઈ ગયા હતા અને મારઝૂડ કરી હતી અને રાત્રે દારૂ પીવડાવ્યો હતો. યોગેશે પોતાના દાવામાં એમ પણ કહ્યું હતું કે તેની સાથે કેટલાક બીજા યુવાનો પણ ઝડપાયા હતા. આપને જણાવી દઈએ કે યોગેશને ગુરુવારે ખેડૂત સંગઠનો દ્વારા મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો અને કહ્યું હતું કે તેને ખેડૂત ટ્રેક્ટર રેલી ઉપર ફાયરિંગ કરવા માટે દિલ્હી મોકલવામાં આવ્યો હતો.
યોગેશે મીડિયાને સંબોધન કરતા કહ્યું હતું કે રાય પોલીસ સ્ટેશનના એસએચઓ વતી તેમને આમ કરવા માટે કહેવામાં આવ્યું હતું. જાે કે રાય પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓએ આનો જવાબ આપતા જણાવ્યું હતું કે મીડિયા સામે એસએચઓ તરીકે રાય પોલીસ સ્ટેશનમાં પ્રદીપ નામના શખ્સને એસએચઓ બતાવતા થયેલા તમામ દાવા કર્યા છે પરંતુ આ નામની કોઈ વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં તૈનાત જ નથી.

Follow Me:

Related Posts