બાદશાહના ‘અભી તો પાર્ટી’ સોન્ગ વચ્ચે પોલીસ આવતા લોકોએલીધી હતી મજા
રેપર બાદશાહ અને સિંગર સુખબીર સિંહ હાલમાં જ કોમેડી શો ‘ધ કપિલ શર્મા શો’માં આવ્યા હતા. આ દરમ્યાન બાદશાહે તેના સોન્ગ ‘અભી તો પાર્ટી શુરૂ હુઈ હૈ’ સાથે જાેડાયેલો એક રસપ્રદ કિસ્સો શેર કર્યો. રેપરના જણાવ્યા મુજબ ઘટના ત્યારની છે, જ્યારે રોહિણી (દિલ્હી)માં તે સ્ટેજ શો કરી રહ્યો હતો. બાદશાહે જણાવ્યું કે જ્યારે તે ફિલ્મ ‘ખૂબસુરત’ના સોન્ગ ‘અભી તો પાર્ટી શુરૂ હુઈ હૈ’ ગાઈ રહ્યો હતો તો તેમાં લાઈન ‘આંટી પુલીસ બુલા લેગી તો યાર તેરા કર લેગા હેન્ડલ’ આવી તો સાચેમાં ત્યાં પોલીસ આવી ગઈ.
આ જાેઈને હાજર ઓડિયન્સમાંથી અવાજ આવ્યો કે ‘અબ કર લે હેન્ડલ’. બાદશાહની વાત સાંભળીને કપિલ, સુખબીર, અર્ચના પૂરણ સિંહ સહિત ત્યાં હાજર લોકો ખૂબ હસવા લાગ્યા. બાદશાહનું નામ લઈને કપિલ શર્માએ જાેક ક્રેક કર્યો. કપિલે રેપરને પૂછ્યું, ‘નામ તો તમારું બાદશાહ છે. જ્યારે લોકડાઉન ચાલી રહ્યું હતું, બાદશાહ ત્યારે પણ બાદશાહ હતા કે પછી રામુ કાકા (સામાન્ય રીતે ફિલ્મોમાં ઘરમાં કામ કરનારા નોકરને આ નામથી બોલાવવામાં આવે છે) બની ગયા હતા.
બાદશાહે શોમાં જણાવ્યું કે તે ફેમસ મ્યુઝિક કમ્પોઝર ઈલૈયા રાજાના દીકરા યુવાન શંકર રાજા સાથે નવું સોન્ગ ‘ટોપ ટક્કર’ કરી રહ્યો છે. તેના જણાવ્યા અનુસાર, આ સોન્ગ હાલમાં જ ગૂગલ દ્વારા નેશનલ ક્રશ જાહેર કરવામાં આવેલી રશ્મિકા મંદાના પર પિક્ચરાઇઝ્ડ હશે, જે સાઉથની ઘણી મોટી એક્ટ્રેસ છે.
Recent Comments