બાબરામાં શહેર ભાજપ ની બૃહત સંકલન સમિતિની બેઠક યોજાઇ
બાબરામાં શહેર ભાજપની બૃહત સંકલન સમિતિની એક બેઠક વોર્ડ વિસ્તારમાંમાં યોજાય હતી જેમાં જિલ્લા અને તાલુકા ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહી બુથ પ્રમુખ પેજ સમિતિના પ્રમુખ અને વોર્ડ વિસ્તારના અગ્રણીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું બાબરા શહેરમાં રામનગર ખાતે વોડ નંબર (૧.૨.૩) અને કાંકરિયા ચોરા વિસ્તારમાં વોડ નંબર (૪.૫.૬) ની સયુંકત બૃહત સંકલન સમિતિની એક બેઠકનું આયોજન શહેર ભાજપ દ્વારા કરવામાં આવી આ બેઠકમાં બાબરા શહેર ચૂંટણી ઇન્ચાર્જ રશ્વિનભાઈ ડોડિયા,સહ ઇન્ચાર્જ મનોજભાઈ જસાણી,શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ ખોખરીયા,જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ લલિતભાઈ આંબલિયા,રંજનબેન ડાભી,શહેર ભાજપ મહામંત્રી બીપીનભાઈ રાદડિયા,વસંતભાઈ તેરૈયા પૂર્વ નગરપાલિકાના પ્રમુખ જગદીશભાઈ નાકરાણી, શહેર ભાજપના પૂર્વ પ્રમુખ ભુપતભાઇ બસિયા, શહેર ભાજપ પ્રભારી ભરતભાઇ સુતરિયા, સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહી કાર્યકરોને ચૂંટણી લક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે નગરપાલિકાની ચૂંટણી ને હવે માત્ર બે માસ જેટલો સમય બાકી રહ્યો હોય ત્યારે શહેર ભાજપ દ્વારા બાબરા પાલિકા કબજે કરવા કમર કસવામાં આવી રહી છે જેને લય વોર્ડ વિસ્તારમાં વિવિધ કાર્યકર્તાઓને ચૂંટણી લક્ષી માર્ગદર્શન આપવા માં આવી રહ્યું છે
Recent Comments