બોલિવૂડ

બિગ બોસના ઘરમાં આયેશાની તબિયત લથડી, હાલત ગંભીર

બિગ બોસ ૧૭ના વીકેન્ડ વોરમાં ઘણો ડ્રામા જાેવા મળ્યો છે. સલમાન ખાને શોમાં વાઈલ્ડ કાર્ડ બનીને આવેલી આયેશા ખાનને ઠપકો આપ્યો હતો. આયેશા ખાન સલમાનના ઠપકા સહન ન કરી શકી. બીજી બાજુ મન્નારા સાથેની તેની દલીલ તેને વધુ પરેશાન કરી રહી હતી. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જાેઈ શકાય છે કે આયેશા તેના રૂમમાંથી રડતી રડતી બહાર આવે છે..

આયેશા ખાન રૂમમાંથી બહાર આવતાની સાથે જ ત્યાં આગળ ઢળી પડે છે અને બેહોશ થઈ જાય છે. જે બાદ મુનવ્વર સહિત પરિવારના અન્ય તમામ સભ્યો તેને તરત જ ઉપાડીને મેડિકલ રૂમમાં લઈ ગયા. ડૉક્ટર ત્યાં આવે છે અને તેની હેલ્થ ચેક કરે છે. સલમાન ખાન શોના સેટ પરથી આ આખો સીન જાેઈ રહ્યો હોય છે. જે બાદ સલમાન ખાન ઘરની અંદર જવાનું નક્કી કરે છે. સલમાન મેડિકલ રૂમમાં જાય છે અને આયેશાની હાલત જુએ છે.. આ વીડિયો સામે આવ્યા બાદ કેટલાક લોકોનું માનવું છે કે આયેશા બેહોશ નથી થઈ પરંતુ તે ડ્રામા કરી રહી છે. રૂમમાંથી બહાર આવતાં જ તે કેમ બેહોશ થઈ ગઈ? જાણીને તેણે પોતાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો.

તે જ સમયે કેટલાક યુઝર્સનું માનવું છે કે તેનું બ્લડ પ્રેશર એટલું વધારે હતું કે તેને હાર્ટ એટેક પણ આવી શકે છે.. હવે રવિવારના એપિસોડમાં આયેશા ખાનની હાલત વિષે જાણવા મળશે, ત્યારે એવા અહેવાલો હતા કે, મેડિકલ ઈમરજન્સીના કારણે આયેશાને શોમાંથી બહાર કરી દેવામાં આવશે. કેટલાક યુઝર્સે એમ પણ કહ્યું કે, તે ચેકઅપ બાદ ફરીથી શોનો ભાગ બનશે. સલમાનના આ પગલા બાદ આયેશા અને મુનવ્વરના સંબંધો ક્યા વળાંક લેશે તે જાેવું રસપ્રદ રહેશે.

Related Posts