જિલ્લાના રોજગાર ઇચ્છુક ઉમેદવારોને રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવાના હેતુથી જિલ્લા રોજગાર વિનિમય કચેરી, અમરેલી દ્વારા રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા રોજગાર વિનિમય કચેરી તથા કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે તા. ૧૧ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે રોજગાર કચેરી, બહુમાળી ભવન, અમરેલી ખાતે ભરતી મેળો યોજાશે.
આ ભરતી મેળામાં સી.આઈ.ઈ ઓટોમોટીવ પ્રા. લિ કંપની દ્વારા ટ્રેની તથા મશીન ઓપરેટરની જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. આ જગ્યાઓ માટે ઉમેદવારની ઉંમર ૧૮થી ૩૦ વર્ષ વચ્ચે હોવી જરૂરી છે. ધો. ૧૦, ધો. ૧૨, આઈ.ટી.આઈ અથવા ડિપ્લોમાં પાસ કરેલા ઉમેદવારો આ જગ્યા માટે ભાગ લઈ શકશે. પસંદગી પામનાર ઉમેદવારોને કંપનીના નિયમો અનુસાર માસિક રૂ. ૧૫,૨૦૦ સુધીનું વેતન મળવાપાત્ર રહેશે.
આ ઉપરાંત એઈમ લિ. ભાવનગરમાં બ્રાન્ચ મેનેજર અને આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજરની જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. આ જગ્યાઓ માટે ૧૮થી ૩૦ વર્ષની વયના સ્ત્રી-પુરૂષ જે ધોરણ-૧૦, ધોરણ-૧૨ અથવા સ્નાતકની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તે ભાગ લઈ શકશે. પસંદગી પામનાર ઉમેદવારોને કંપનીના નિયમો મુજબ વેતન આપવામાં આવશે.
ભરતી મેળામાં ભાગ લેવા ઇચ્છુક ઉમેદવારોએ નોંધણી કરાવવી ફરજિયાત રહેશે. ઉમેદવારોએ ભરતીના દિવસે રોજગાર નોંધણી કાર્ડ, શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સહિત જરૂરી મૂળ પ્રમાણપત્રો તથા તેની નકલો સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે. ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા માટે ઉમેદવારોએ પોતાના જરૂરી દસ્તાવેજો સાથે સમયસર હાજર રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
ઉમેદવારો અનુબંધમ પોર્ટલ પર નોંધણી કરી શકશે. વધુ માહિતી માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, અમરેલીના ફોન નંબર ૦૨૭૯૨-૨૩૩૯૪ પર સંપર્ક કરી શકાશે. રોજગાર ઇચ્છુક લાયકાત ધરાવતા ઉમેદવારોએ આ રોજગાર ભરતી મેળાનો વધુમાં વધુ લાભ લેવા જિલ્લા રોજગાર વિનિમય અધિકારીશ્રી, અમરેલી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
















Recent Comments