બિહારમાં માનવતા શર્મસારઃ દિવ્યાંગ બાળકી સાથે દુષ્કર્મ, આંખો ફોડી નાંખી
બિહારના મધુબની જિલ્લામાં મંગળવારે એક દિવ્યાંગ (મૂક-બધીર) બાળકી સાથે ગેંગરેપની ઘટના બની છે. ગેંગરેપથી ના અટકતા આરોપીઓ દ્વારા તેની બંને આંખો પણ ફોડી નાંખવામાં આવી છે. આ ઘટના બાદ બિહારના વિપક્ષી દળો અને નેતાઓ સત્તાપક્ષ અને મુખ્યમંત્રી નીતીશ કુમાર તેમજ એનડીએને નિશાન બનાવી રહ્યા છે.
આરજેડીના નેતા તેજસ્વી યાદવે તો મુખ્યમંત્રી નીતીશ કુમારના રાજીનામાની માંગ કરી છે. તેજસ્વી યાદવે બુધવારે ટિ્વટ કરીને કહ્યું કે અનૈતિક સરકારના સંરક્ષણમાં અપરાધ અને દુષ્કરમોની સંખ્યા દરરોજ વધી રહી છે, તે એનડીએની સામુહિક નિષ્ફળતા છે. નીતીશજી દ્વારા અપરાધોને છુપાવવાના પ્રાયસ અને સ્વીકાર નહીં કરવું એ જ સૌથી મોટો અપરાધ છે લઅને અપરાધીઓ માટે રામબાણ છે. જાે તેમનાથી બિહાર ના સંભાળાતું હોય તો તરત રાજીનામુ આપી દે.
તો બીજી ટિ્વટમાં કહ્યું કે મધુબની જિલ્લામાં ગરીબ દિવ્યાંગ બાળકી સાથે બલાત્કાર થયો અને તેની બંને આંખો પમ ફોડી નાંખવામાં આવી. બિહારમાં સતત ગરીબ નાની બાળકીઓ સાથે બલાત્કારના સમાચારો આવી રહ્યા છે. પરંતુ ગરીબ હવાનું જાણીને સરકાર કે પોલીસ કોઇ હલતું નથી.
તો આરજેડીએ પણ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે સી ગ્રેડ પાર્ટીના મુખ્યમંત્રીજી, ક્યાં સુધી સત્તાનું રક્ષણ મેળવનારા રાક્ષસો સગીર વયની બાળકીઓની ઇજ્જત લૂંટતા રહેશએ અને બિહારને શર્મસાર કરતા રહેશ?
Recent Comments