ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસ.ટી.)ના ભાવનગર વિભાગ દ્વારા બસો અને બસ સ્ટેશન
પરિસરને સ્વચ્છ અને સ્વસ્થ રાખવા માટે સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ‘સ્વચ્છતા હી સેવા’ અને
‘સ્વચ્છતા હી પરમો ધર્મ’ના સંદેશને જનઆંદોલનનું સ્વરૂપ આપવા તેમજ મુસાફરોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ
વધારવાના હેતુથી વિભાગ દ્વારા નિયમિત દેખરેખ રાખી નિયમોના ભંગ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ અભિયાન અંતર્ગત બસો તથા બસ સ્ટેશન પરિસરમાં થૂંકવું, કચરો ફેંકવો, ગંદકી ફેલાવવી તેમજ અન્ય
મુસાફરોને અસુવિધા થાય તેવી પ્રવૃત્તિઓ બદલ સરકારશ્રીના તમાકુ નિયંત્રણ અધિનિયમ–૨૦૦૩ હેઠળ કુલ ૨૪૦
કેસ નોંધવામાં આવ્યા છે. આ કાર્યવાહી દરમિયાન રૂ. ૩,૫૩૦નો દંડ વસૂલવામાં આવ્યો છે.
ડેપોવાર થયેલી કાર્યવાહી મુજબ ભાવનગર ડેપોમાં રૂ. ૪૯૦, તળાજા ડેપોમાં રૂ. ૬૦૦, મહુવા ડેપોમાં રૂ.
૬૦૦, પાલિતાણા ડેપોમાં રૂ. ૩૨૦, ગારીયાધાર ડેપોમાં રૂ. ૩૦૦, બરવાળા ડેપોમાં રૂ. ૩૦૦, બોટાદ ડેપોમાં રૂ. ૪૮૦
તથા ગઢડા ડેપોમાં રૂ. ૪૪૦નો દંડ વસૂલવામાં આવ્યો છે.
ભાવનગર એસ.ટી. વિભાગે મુસાફરોને બસો અને બસ સ્ટેશન પરિસરની સ્વચ્છતા જાળવવામાં સહભાગી
બનવા, જાહેર સ્થળોએ ગંદકી ન ફેલાવવા તથા સ્વચ્છ અને સુવ્યવસ્થિત મુસાફરીના વાતાવરણના નિર્માણમાં સહકાર
આપવા અપીલ કરી છે.
ભાવનગર એસ.ટી. વિભાગની કડક કાર્યવાહી; બસો અને બસ સ્ટેશનમાં ગંદકી કરનાર ૨૪૦ મુસાફરો પાસેથી રૂ. ૩,૫૩૦નો દંડ વસૂલાયો














Recent Comments