ભાવનગર

ભાવનગરઃ પ્લાસ્ટીકના કારખાનામાં આગ, જાનહાની ટળી

ભાવનગરના કુંભારવાડા નારી રોડ પર આવેલા પ્લાસ્ટીકના કારખાનામાં વહેલી સવારે વિકરાળ આગ ભભૂકી ઉઠતા અગ્નિ શામક દળ દોડી ગયું હતું.

શહેરના કુંભારવાડા નારી રોડ પર આવેલ રોહિત મીલના મેદાનમાં આવેલા દિપકભાઇ કાનજીભાઇ લાદાણીની માલિકીના વેર્સ્ટન પ્લાસ્ટીક ઇન્ડસ્ટ્રીઝમાં આજે વહેલી સવારે વિકરાળ આગ ભભૂકી ઉઠ્યાની જાણ થતાં અગ્નિ શમદળે દોડી જઇ એક હેવી બ્રાઉઝર અને એક ફાયર ફાયટરની મદદ વડે ર કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. આગમાઁ મોનો ફીલામેન્ટનો ૪ ટન સામાન બળીને સંપુર્ણ પણે બળીને ખાક બન્યો હતો.

Follow Me:

Related Posts