fbpx
અમરેલી

ભાવનગરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે મિડવાઇફરી લેડ કેર યુનિટ (MLCU)ની સુવિધા શરૂ કરાઇ

ભારત સરકાર દ્વારા માતા મરણ અને બાળ મરણ ઘટાડવાના સઘન પ્રયાસોના ભાગરૂપે નીતિ
આયોગના ૭/૧૧ ઇન્ડિકેટર મુજબ ગુજરાત સરકાર દ્વારા માતાની પ્રસુતિ અને બાળ જન્મ એક કુદરતી પ્રક્રિયા હેઠળ સંસ્થાકિય અને સમ્માન પૂર્વક થાય તે અંતર્ગત “પ્રથમ ૧૦૦ દિવસ” અભિયાન હેઠળ મિડવાઇફરીની ભૂમિકાની અગત્યતા નક્કી કરવામાં આવેલ છે. જેમાં પ્રસૂતા અંગેની સંભાળ તાલીમ પામેલ મિડવાઇફરી બહેનો દ્વારા કરવામાં આવે જેમાં તેઓ સ્વનિર્ણય લઈ શકે તથા પ્રસૂતાની સંભાળ વ્યક્તિગત અને દર્દી લક્ષી હોય તેવું ઊંડાણ પૂર્વકનું
આયોજન કરવામાં આવેલ છે. આ ઉપરાંત સમગ્ર આયોજનમાં જટીલ સમસ્યા વગરની પ્રસુતિ નૈસર્ગિક રીતે થઈ શકે તે સિધ્ધાંત પર પણ ભાર મૂકવામાં આવેલ છે.

ગુજરાત સરકાર દ્વારા અગ્રતા લઇ આ બાબતે પહેલ કરી ગુજરાત રાજ્યની ઘણી બધી મેડિકલ કોલેજ, હોસ્પિટલ, સામુહિક આરોગ્ય કેન્દ્ર અને પ્રથામિક આરોગ્ય કેન્દ્ર ખાતે આ પ્રકારના MLCU ની સુવિધા કાર્યરત કરવામાં આવેલ છે. આ કાર્યક્રમના વિસ્તરણના ભાગરૂપે સર ટી. જનરલ હોસ્પિટલ, ભાવનગર ખાતે પ્રાથમિક તબક્કે ત્રણ પથારી વાળા સમગ્ર સાધન સામગ્રીથી સજ્જ મિડવાઇફરી લેડ કેર યુનિટ (MLCU)ની રચના કરી આજરોજ કાર્યરત કરવામાં આવેલ છે. જેમાં યુનિસેફ અને આ ક્ષેત્રમાં કાર્યરત નિષ્ણાંતોના ટેક્નિકલ સપોર્ટ દ્વારા ખાસ તાલીમ પામેલ તબીબી અને નર્સિંગ સ્ટાફ નિયુક્ત કરાયેલ છે. તો આ સુવિધાનો ભાવનગર જિલ્લાની તેમજ આજુબાજુના જિલ્લાની પ્રસૂતા બહેનોને લાભ લેવા તબીબી અધિક્ષકશ્રી, સર તખ્તાસિંહજી જનરલ હોસ્પિટલ દ્વારા જણાવાયું છે.

Follow Me:

Related Posts