fbpx
સૌરાષ્ટ - કચ્છ

મેંદરડા શ્રીજી એજ્યુકેશન સંસ્થા માં વિકલાંગ દિન ઉજવાયો ચાર પગાળા પશુ માફક ચાલતા કૌશિક જોશી ની અસાધારણ સિદ્ધિ

જૂનાગઢ શ્રીજી એજ્યુકેશન ટ્રસ્ટ ખાતે  શિક્ષણ વિભાગ ના આઈ.ઈ.ડી.દ્વારા વિકલાંગ દિન ની ઉજવણી આંતરરાષ્ટ્રીય વિકલાંગ દીન ચાર પગાળા પશુ માફક ચાલતા કૌશિક જોશી ની અસાધારણ કહી શકાય તેવી સિદ્ધિ  (આભ કે દરિયામાં ક્યાંય કેડી નથી,દોસ્ત,અર્થ એનો એ નથી સફર કોઈએ ખેડી નથી)     આમ તો દરેક દિવસ ખાસ હોય છે પણ આજે આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસ જેની મદદ અને ઉચ્ચતર જીવન ની શુભેચ્છા માટે દેશ ના પ્રધાન મંત્રી તેમજ આંતરરાષ્ટ્રીય સંસ્થા યુનેસ્કો પણ દિવ્યાંગ વ્યક્તિ ઓ માટે ખૂબ પ્રયત્ન શીલ છે તેવા વિકલાંગો ને નવી ઓળખ દિવ્યાંગો તરીકે મળી સમર્થ વ્યક્તિ ઓ માટે ખરેખર દીવાદાંડી રૂપ છે
દિવ્યાંગ વ્યક્તિઓ ની અનેકો જગ્યા એ ટીખળ ઠઠા મશ્કરી વ્યગ કરી પજવણી કરાતી હોય છે ત્યારે ચાર પગાળા પશુ માફક ચાલતા કૌશિકભાઈ જોશી અતિ વિકલાંગ છે અને સંપૂર્ણ મનોદિવ્યાંગ વ્યક્તિ ઓની સંસ્થા ચલાવે છે 
જૂનાગઢ જિલ્લા ના મેંદરડા ખાતે શ્રીજી એંયુકેશન ટ્રસ્ટ ના કૌશિકભાઈ જોશી સંપૂર્ણ દિવ્યાંગ હોવા છતાં મનોદિવ્યાંગો ની સુંદર સંસ્થા ચલાવી સમર્થ. વ્યક્તિ ને પણ શરમાવે તેવી અડગ શ્રદ્ધા મન થી મનોદિવ્યાંગો નું માત્ર લાલન જ નહીં  પણ વારે તહેવારે યાત્રા પ્રવાસ સહિત દુનવીય સુખ માટે દૂરસદુર આ મનોદિવ્યાંગો ને યાત્રા પ્રવાસ પણ કરાવે છે 
સંપૂર્ણ મનોદિવ્યાંગ સાથે( હૈયા ને હૈયા નું હૂંફ મળે એજ સાચું તાપણું બાકી કોણ કેટલું આપણું? બાકી ક્યાં છે કોઈ માપણું ? )કોણે કહ્યું કે નસીબ વિના બધા આડા પડે પ્રયત્ન ના અંતે તો ધોધ નીચે ના પત્થરમાં પણ ખાડા પડે બસ નક્કી કર કે તું કોઈના સહારે ના રહે પછી તમે જ આગળ વધો ને ઘડિયાળના કાંટા પણ મોડા પડે એવા ઉત્સાહિત વિચારો સાથે સંપૂર્ણ મનોદિવ્યાંગ કૌશિક જોશી સંપૂર્ણ મનોદિવ્યાંગ બાળકો સંસ્થા માં આશ્રિત બાળકો ને કુદરત સહજ જીવન તરફ દોરી રહ્યા છે ત્રણ ડિસેમ્બર ના રોજ શ્રીજી એકયુકેશન ટ્રસ્ટ મેંદરડા ની આ સંસ્થા માં વિકલાંગ દિવસ ની ઉજવણી માં દિવ્યાંગ  ક્ષતિ ગ્રસ્ત અને ક્ષમતા મુજબ અલગ અલગ પ્રવૃત્તિ હળવી રમતો સંગીત કસરતો કરાવતા સ્વંયમ સેવી અગ્રણી ઓ અધિકારી શ્રી ઓ અલ્પેશભાઈ વાળા હિરલબેન ભટ્ટ વર્ષાબેન સાપરા વિનુભાઈ રામાણી ભુવનભાઈ વ્યાસ સહિત અસંખ્ય વ્યક્તિ ઓએ સંસ્થા ના વિકલાંગ બાળકો સાથે વિકલાંગ દિવસ ઉજવ્યો હતો 

Follow Me:

Related Posts