ગુજરાત

હેપી મોર્નિંગ ક્લબ દ્વારા ભવ્ય ‘સ્નેહ ઉત્સવ’ સંપન્ન: સેવા અને સંસ્કૃતિનો અનોખો ત્રિવેણી સંગમ

સુરત મોટા વરાછા ની સામાજિક સંસ્થાન હેપી મોર્નિંગ ક્લબ દ્વારા ભવ્ય ‘સ્નેહ ઉત્સવ’ સંપન્ન: સેવા અને સંસ્કૃતિનો અનોખો ત્રિવેણી સંગમ

૧૪ જુન વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ અને બાળકોના સાંસ્કૃતિક કાર્યક્રમોએ આકર્ષણ જમાવ્યું; સંસ્થાના સ્થાપક સુરજભાઈ મિયાણી સહિત મહાનુભાવો અને કમિટી મેમ્બર રો નું સન્માન કરાયું

“સ્નેહ અને સેવાનો અનોખો સંગમ એટલે હેપી મોર્નિંગ ક્લબનો ‘સ્નેહ ઉત્સવ’!” આ સૂત્રને સાર્થક કરતો એક ભવ્ય અને દિવ્ય કાર્યક્રમ રવિવારની સાંજે મોટા વરાછાના ચાંદની પાર્ટી પ્લોટ ખાતે યોજાઈ ગયો. હેપી મોર્નિંગ ક્લબ દ્વારા આયોજિત આ ‘સ્નેહ ઉત્સવ’માં સેવા, રાષ્ટ્રભક્તિ અને સાંસ્કૃતિક ધરોહરની અદ્ભુત ઝાંખી જોવા મળી હતી.

રાષ્ટ્રગાન સાથે દેશભક્તિસભર શરૂઆત

વિશ્વ રક્તદાન દિવસના પવિત્ર અવસરે આયોજિત આ કાર્યક્રમની શરૂઆત સામૂહિક રાષ્ટ્રગાન સાથે અત્યંત દેશભક્તિસભર માહોલમાં કરવામાં આવી હતી. આ નિમિત્તે યોજાયેલા રક્તદાન કેમ્પમાં સ્થાનીક નાગરિકો અને ક્લબના સભ્યોએ ભારે ઉત્સાહ દાખવીને માનવતાના કાર્યમાં પોતાનું યોગદાન આપ્યું હતું.માસૂમ બાળકોની પ્રસ્તુતિએ મન મોહ્યા

ઉત્સવમાં ક્લબના માસૂમ બાળકો દ્વારા એકથી ચઢિયાતા એક અદ્ભુત સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. બાળકોની સુંદર અને મનમોહક પ્રસ્તુતિઓએ સ્નેહ ઉત્સવની શોભામાં અનેરો વધારો કર્યો હતો અને ઉપસ્થિત મેદનીને મંત્રમુગ્ધ કરી ભારે ઉત્સાહ પૂરો પાડ્યો હતો.

સેવાભાવીઓ અને મહાનુભાવોનું સન્માન

છેલ્લા ૬ વર્ષથી સમાજમાં સ્વાસ્થ્યની જ્યોત જલાવતી અને વિનામૂલ્યે યોગ એરોબિક ક્લબ ચલાવતા આ સંસ્થાના સ્થાપક, યોગા ટીચર તેમજ જાણીતા સામાજિક કાર્યકર્તા સુરજભાઈ મિયાણી અને કમિટી મેમ્બર રાજેશભાઈ મોહિતભાઈ કિશોરભાઈ સહિત દરેક સભ્યોનું તેમની નિઃસ્વાર્થ સેવાઓ બદલ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

મુખ્ય અતિથિ વિશેષ:

આ પ્રસંગે કામરેજ માનવ સેવા આશ્રમના જેરામ ભગત, ‘વાસ્તુ ઘી’ના ઓનર ભુપતભાઈ સુખડિયા તેમજ એલ.પી. સવાણી સ્કૂલના પારસભાઈ વસાણી જેવા અગ્રણી મહાનુભાવોએ ખાસ ઉપસ્થિતિ નોંધાવી હતી. તમામ આમંત્રિતોએ હેપી મોર્નિંગ ક્લબની લોકાભિમુખ અને નિઃસ્વાર્થ સેવાકીય પ્રવૃત્તિઓને ખુલ્લા મનથી બિરદાવી હતી અને સંસ્થાને ઉત્તરોત્તર પ્રગતિ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ક્લબના કમિટી મેમ્બર્સ અને સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ ઉત્સવ સુરતના આંગણે સેવા અને સ્નેહનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી ગયો.

Related Posts