ભાવનગર

લોકશાહીના આલબેલ કુશળ કલમ નવેશી મુકેશ પંડિત ના તંત્રી સ્થાને થી “આલેખન ગુજરાત” પ્રથમ અંક વિમોચન

 ભાવનગર જિલ્લા ના નાનકડા આદર્શ ગામ ઇશ્વરીયા ના વિદ્વાન કલમ નવેશી લોકશાહી ના આલબેલ રચનાત્મક પત્રકારત્વ ક્ષેત્રે ગૌરવીંત કરતું નામ મુકેશ પંડિત ના તંત્રી સ્થાને થી “આલેખન ગુજરાત” સપ્તાહ ના પ્રથમ અંક વિમોચન હરખ સૌની શુભકામના અને લાગણી સાથે ‘આલેખન ગુજરાત’ સાપ્તાહિક પ્રથમ અંક પ્રકાશિત કરી રહ્યાં છીએ, જેનો હરખ છે.! आ नो भद्राः क्रतवो यन्तु विश्वतः ઋગ્વેદ મંત્ર મુજબ અમોને દરેક દિશાએથી શુભ વિચારો પ્રાપ્ત થાઓ.આ ભાવ સંકલ્પ રહેલો છે.વતન ઈશ્વરિયા ગામથી જ જન્મભૂમિનાં વાત્સલ્ય હૂંફભાવ સાથે આજે વિક્રમ સંવત ૨૦૮૨ જેઠ સુદ ૨ એટલે કે જેઠી બીજનાં મહિમાવંત દિવસે ‘આલેખન ગુજરાત’ સાપ્તાહિક વડીલબંધુ શ્રી નરેશભાઈ પંડિતના હસ્તે સાવ સાદા ઉપક્રમ સાથે વિમોચન કરીને નીલકંઠ મહાદેવના ચરણે ધરીને પ્રકાશિત કરી રહ્યાં છીએ.! ખૂબ શુભકામના સંદેશા મળતાં રહ્યાં છે, સૌ શુભેચ્છકો પ્રત્યે હરખ સાથે સૌનો ખૂબ આભાર…! મૂકેશ પંડિત તંત્રી – પ્રકાશક, ‘આલેખન ગુજરાત’ જેઠ સુદ ૨ મંગળવાર અવસરે 

“હે કલમ તમારી જીહ્વા પર ના કોઈ પ્રશસ્તિ ગાન હજો, પણ સતને મારગ સંચરતા શૂરવીરોનું સન્માન હજો.

 હે કલમ તમારી વાણીમાં ના ચાટૂક્તિને સ્થાન હજો, પણ ખળ ખળ વ્હેતી ભાષાની એ મધુર મધુર મુસ્કાન હજો.

હે કલમ કશુંક ત્યાં કોતરજો કે જે પર્વતને કાન હજો, જ્યાં ચટ્ટાનોનું શીલાલેખ બનવાનું સ્વપ્ર મહાન હજો.

હે કલમ તમારુ વાક્ય સૂર્યના પ્રથમ કિરણનું સ્નાન હજો, તરણાં ટોચે પળભર પ્રગટે એ ઝળહળ નું અભિમાન હજો”

હે કલમ તમારા મંથનમાં ના કોઈ હળાહળ પાન હજો, પણ જનનીને વળગી પડતા એ બાળકનું પયપાન હજો. 

સાથે શુભેચ્છા વ્યક્ત કરતા સમગ્ર પંથક ના પત્રકારત્વ જગત ના નાના મોટો સૌ કોઈ દ્વારા “આલેખન ગુજરાત” ના પ્રકાશન હરખ સાથે વધાવી એ છીએ 

Related Posts