ભાવનગર ટીમ્બિ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી (જી.ભાવનગર) માં છેલ્લા પાચેક વર્ષથી વખતો-વખત અનુદાન આપનાર વડોદરા નાં વતની શ્રી અશોકભાઈ શેઠ / પુષ્પા એન્ડ હસમુખ શાહ (USA) ફાઉન્ડેશન દ્વારા હોસ્પિટલમાં ચાલતા નિઃશુલ્ક આરોગ્યલક્ષી સેવાકાર્યમાં હોસ્પિટલનાં ટ્રસ્ટીશ્રી-બી.એલ.૨ાજપ૨ા સાથે અમેરીકાથી વાત થયા મુજબ ઉદારદાતા શ્રી અશોકભાઈ શેઠ દ્વારા નવનિર્મીત હોસ્પિટલ બિલ્ડીંગ નં.૨ માટે આંખ વિભાગનાં ઓપરેશન થિયેટર સાધનો (MICROSCOPE & OPMI LUMERA 300 SYSTEM) માટે રૂા.૩૭,૫૯,૦૦૦/-અને પેશન્ટબેડ નંગ-૧૫૫ લેવા માટે રૂા.૫૫,૪૬,૦૦૦/- મળી કુલ રૂા.૯૩,૦૫,૦૦૦/- માટે, USD $ 1,00,000 (અમેરીકન ડોલર) જેવી માતબર ૨કમનુ અનુદાન તા.૧૧.૬.૨૬ નાં રોજ પ્રાપ્ત થયેલ છે. હોસ્પિટલ ટ્રસ્ટી મંડળે શ્રી અશોકભાઈ શેઠ / પુષ્પા એન્ડ હસમુખ શાહ (USA) ફાઉન્ડેશન તથા તેમનાં પરીવારજનોનો હદયપૂર્વકનો આભાર વ્યકત કરેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે દાતાશ્રી અશોકભાઈ શેઠ પરીવાર મા૨ફત સને-૨૦૨૨ થી આજસુધીમાં રૂ।. ૨ કરોડ ૮૩ લાખથી જેટલી માતબર રકમનું અનુદાન પ્રાપ્ત થયેલ છે.



















Recent Comments