અમરેલી

રાજુલા પોલીસની સફળતા: ૧૨ બેટરીની ચોરી કરનાર આરોપીઓ મુદ્દામાલ સાથે પકડાયા

ભાવનગર રેન્જ આઇ.જી. શ્રી આર.વી. અસારી સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા મિલ્કત સબંધી અનડિટેક્ટ
ગુન્હાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત સાહેબ નાઓએ અમરેલી જીલ્લામા બનવા પામેલ
મિલકત સંબધી ચોરોના ગુન્હાઓના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને ગુન્હો ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય
તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી નયના ગોરડીયા સાહેબ સાવરકુંડલા વિભાગ નાઓએ વાહન ચોરીના ડીટેક્ટ કરી આરોપીઓને શોધી કાઢી, તેમના
વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવાં અને વણ શોધાયેલ ગુન્હાઓ ડીટેક્ટ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય
 ગુન્હાની વિગત
આ ગુન્હાની વિગત એવી છે કે ગત તા.૧૩/૦૬/૨૦૨૬ ના રાત્રીના ક.૦૦/૦૦ વાગ્યાથી તા.૧૪/૦૬/૨૦૨૬ ના સવારના ક.૧૦/૦૦
સુધીના સમયગાળા દરમ્યાન રાજુલા ના હીડોરંણા ગામ આવેલ હાઇવે પર સાઇડમા પાર્ક કરેલ ટ્રકોમાથી કોઇક અજાણ્યા ચોર ઇસમો બેટરીની ચોરી કરેલ
હોય અને રાજુલા ટાઉન વિસ્તારમાથી પણ વાહનોમાથી બેટરીની ચોરી કરેલ હોય અલગ અલગ વિસ્તારમાથી કુલ ૧૨ નંગ બેટરીની ચોરી કરેલ હોય
અને જેની કીમંત રૂ.૭૮,૦૪૦/- રૂપીયા જે અંગે રાજુલા પો.સ્ટે. ભાગ એ ગુરનં.૧૧૧૯૩૦૫૦૨૬૦૪૬૧/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ની કલમ
૩૦૩(૨) તથા ૫૪ મુજબનો ગુન્હો રજુલ થયેલ હોય
સદરહુ ગુન્હાને ગંભીરતાથી લઇ રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટરશ્રી વી.એમ.કોલાદરા સાહેબનાઓએ ગુન્હાને ડીટેકટ કરવા અલગ
અલગ ટીમો બનાવી અને સુચના આપેલ હોય જે અન્વયે સર્વેલન્સ ટીમ દ્વારા અલગ અલગ સીસીટીવી કેમેરા જોવામા આવેલ અને શંકમદ ઇસમોની
પુછપરછ કરેલ અને ગુજરાત સરકારશ્રીના વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત લગાવવામા આવેલ કેમેરા જોતા જેમા એક શંકાસ્પદ કાળા કલરની નંબર પ્લેટ
વગરની બલેનો ગાડી જોવામા આવેલ અને જેને અલગ અલગ એંગલથી જોતા અજાણ્યા ચોર ઇસમો સદરહુ ગાડીમાથી ઉતરી અને પાર્ક કરેલ ટ્રકમાથી
બેટરી ચોરી કરેલ જેથી સદરહુ ગાડી અને ઇસમો બાબતે ટેકનીકલ તથા હ્યુમન સોર્સીસ આધારે તપાસ કરતા એક ઇસમ સાવરકુંડલાનો હોવાનુ જાણવા
મળેલ જેથી રાજુલા પોલીસ ટીમ દ્વારા આરોપીઓને પકડી પાડી અને ચોરીમા ગયેલ તમામ બેટરીઓ રીકવર કરી અને ગુન્હો ડીટેકટ કરેલ
 પકડાયેલ આરોપીની વિગત
(૧) અખ્તર અબ્દુલકાદરભાઇ જીરૂકા રહે.સાવરકુંડલા, મણીભાઇ ચોક તા.સાવરકુંડલા જી.અમરેલી
(૨) અરમાન સુલેમાનભાઇ ડેલા. રહે.રાજકોટ, તવક્કલ ચોક, શેરીનં-૩ તા.જી.રાજકોટ
(૩) જુબેરભાઇ સિકંદરભાઇ જીરૂકા રહે.રાજુલા, બીડી કામદાર તા.રાજુલા જી.અમરેલી
 કબ્જે કરેલ મુદામાલની વિગત

  • ચોરી કરેલ બેટરી નંગ-૧૨ કી.રૂ. ૭૮,૦૪૦/-
  • ચોરીમા ઉપયોગ કરેલ બલેનો કાર કી.રૂ.૩,૦૦,૦૦૦/-
    મળી કુલ રૂ. ૩,૭૮,૦૪૦/- નો મુદામાાલ કબ્જે કરેલ
     ગુન્હો કરવાની એમ.ઓ.

ઉપરોકત આરોપીઓ રાત્રીના ભેગા થઇ અને ફોર વ્હીલ ગાડી મા આવી અને રોડ પર પાર્ક કરેલ મોટા વાહનો જેવાકે ટ્રક જેમા
લગાવેલ કીમંતી બેટરીઓને નીશાન બનાવી અને ટ્રકમાથી બેટરી કાઢી અને ફોર વ્હીલમા બેટરી લઇ અને ચોરી કરી નાસી જઇ ગુન્હો આચરતા
 કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી

રાજુલા પો.સ્ટેના પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.એમ.કોલાદરા સાહેબ ના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ એમ.એફ.ચૌહાણ સાહેબ તથા
સર્વેલન્સ ટીમના એ.એસ.આઇ મધુભાઇ પોપટ તથા હે.કોન્સ હરેશભાઇ વાળા તથા હે.કોન્સ મનુભાઇ માંગાણી તથા હે.કોન્સ સુરેશભાઇ મેર તથા
પો.કોન્સ રવીભાઇ વરૂ તથા પો.કોન્સ મહેશભાઇ બારૈયા તથા હે.કોન્સ. ગોવિદંભાઇ કાતરીયા તથા પો.કોન્સ અમીતભાઇ મકવાણા તથા પો.કોન્સ
મેહુલભાઇ પંડયા તથા પો.કોન્સ ભવદિપસિંહ સરવૈયા દ્વારા કરવામાં આવેલ છે.

Related Posts