મોરબી માર્કેટિંગ યાર્ડ આગામી ૯ દિવસ સુધી બંધ રહેશે

સૌરાષ્ટ્રનાં સૌથી મોટાં માર્કેટ યાર્ડમાં એક એવું મોરબી માર્કેટીંગ યાર્ડ આગામી ૯ દિવસ બંધ રહેશે. મોરબી માર્કેટીંગ યાર્ડ કમિશન એજન્ટ એસોસિએશન દ્વારા મોરબી માર્કેટીંગ યાર્ડ આગામી ૯ દિવસ બંધ રાખવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. માર્કેટીંગ યાર્ડ કમિશન એજન્ટ એસોસિએશન દ્વારા કરાયેલી જાહેરાત પ્રમાણે ૨૪ માર્ચથી ૧ એપ્રિલ સુધી મોરબી માર્કેટીંગ યાર્ડ બંધ રહેશે અને ૨ એપ્રિલથી યાર્ડનું કામકાજ રાબેતા મુજબ શરૂ થશે.
રાજ્યમાં કોરોનાના કેસો વધી રહ્યા છે તેથી લોકોમાં ફફડાટ છે અને ઘણાં બજારો બંધ રાખવાનો ર્નિણય લેવાયો છે પણ મોરબી માર્કેટિંગ યાર્ડ માર્ચ એન્ડિંગને કારણે બંધ રાખવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. માર્ચ એન્ડિંગ હોવાથી રાજ્યનાં અન્ય ઘમાં માર્કેટ યાર્ડ પણ આ રીતે બંધ રાખવાનો ર્નિણય જે તે માર્કેટ યાર્ડ કમિટી દ્વારા લેવામાં આવ્યો છે.
આ પહેલાં આ કારણસર જ મહેસાણા જિલ્લાના ઉંઝામાં આવેલું માર્કેટ યાર્ડ ૮ દિવસ માટે બંધ રાખવાનો ર્નિણય લેવાયો હતો. ઉંઝા માર્કેટ યાર્ડ એશિયાનું સૌથી મોટું માર્કેટ યાર્ડ છે. રોજના હજારો લોકોની અવરજવર ધરાવતું એશિયાનું આ સૌથી મોટું માર્કેટ ૮ દિવસ માટે બંધ રહેશે. ઉંઝા એપીએમસી દ્વારા ઊંઝા ગંજબજાર ૮ દિવસ માટે બંધ રાખવાનો ર્નિણય લેવાયો છે. ૨૫ માર્ચ, ૨૦૨૧થી ૧ એપ્રિલ, ૨૦૨૧ સુધી એમ કુલ ૮ દિવસ માટે માર્કેટયાર્ડ બંધ રહેશે. ઉંઝા એપીએમસી દ્વારા કરાયેલી સત્તાવાર જાહેરાત પ્રમાણે માર્ચ એન્ડિંગમાં વેપારીઓને પોતાના હિસાબો કરી શકે તે માટે ઉંઝા માર્કેટયાર્ડ બંધ રાખવાનો ર્નિણય લેવાયો છે. ઊંઝા વેપારી એસોસિએશનની રજૂઆતના પગલે ઉંઝા એપીએમસી દ્વારા ઉંઝા માર્કેટયાર્ડ બંધ રાખવાની જાહેરાત કરાઈ છે.
Recent Comments