fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં વિકાસ ખોજ અભિયાન હેઠળ કોંગ્રેસે વિરોધ કર્યોઃ પોલીસ દ્વારા અટકાયત

રાજકોટમાં આજે મનપા અને રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના સંયુક્ત ઉપક્રમે “શહેરી જનસુખાકારી દિન”ની ઉજવણી અંતર્ગત વિકાસ કામોના ખાતમુહૂર્ત, લોકાર્પણ તથા ચેક અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેના વિરોધમાં શહેર-જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ‘વિકાસ કોનો ? વિકાસ ખોજ અભિયાન’ શરુ કરી ફોનમાં ફ્લેશ લાઈટ ચાલુ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ સાથે ઘર્ષણનાં દ્રશ્યો સર્જાયા હતા. આ ઉગ્ર વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસ દ્વારા ભાજપ વિરોઘી નારા લગાવી વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં પોલીસ દ્વારા ૩૯ જેટલા કોંગી કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ વિરોધ પ્રદર્શન દરમિયાન અનેક મહિલા અને કાર્યકરો રસ્તા પર પડી ગયા હતા.

રાજકોટમાં ભાજપના વિરોધમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, પ્રદીપભાઈ ત્રિવેદી, મહેશભાઈ રાજપૂત, ગાયત્રીબા વાઘેલા યુથ કોંગ્રેસ અને એનએસયુઆઇના આગેવાનો અને સહિત ૩૯ કાર્યકરો જાેડાયા હતા. આ કાર્યક્રમમાં કાર્યકરોએ શિક્ષણ વેપાર બંધ કરો, ફી માફી આપો, સરકારી શાળામાં શિક્ષકોની ભરતી કરો, શિક્ષણનું ખાનગીકરણ બંધ કરો સહિતના બેનરો સાથે સુત્રોચ્ચાર કર્યા હતા.

Follow Me:

Related Posts