ગુજરાત

જીવનમાં મોટામાં મોટો યોગ છે “સહયોગ” અને મોટામાં મોટું આસન છે “આશ્વાસન” બ્રહ્મવાદીની પ.પૂ હેતલ દીદી તેજસ્વીની સંસ્કૃતિધામ વાસુર્ણ ડાંગમાં અનોખી રીતે ગુરુપૂર્ણિમાની ઉજવણી

ડાંગ જીવનમાં મોટામાં મોટો યોગ છે “સહયોગ” અને મોટામાં મોટું આસન છે “આશ્વાસન” બ્રહ્મવાદીની પ.પૂ હેતલ દીદી તેજસ્વીની સંસ્કૃતિધામ વાસુર્ણ ડાંગમાં અનોખી રીતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી. ઉપરવાસમાં મુશળધાર વરસાદ ને કારણે નીચાણવાળા વિસ્તારોમાં અચાનક પુર આવવું અને દરેક લોકો ખૂબ કપરી પરિસ્થિતિ નો સામનો કરી રહ્યા છે.. એવી સ્થિતિમાં પૂજ્ય દીદી દ્વારા ભક્તોને આહવાન કર્યું કે અહીં ન આવશો તો ચાલશે પણ આ રેલ પીડિત વ્યક્તિઓને ગુરુપૂર્ણિમાના દિવસે આપ યથાશક્તિ યથામતી સહાય કરશો એ જ ગુરુદક્ષિણા છે. આ વાતને માન્ય રાખી. ધામ સાથે જોડાયેલ લોકો, અનેક સંસ્થા હાર્ટ ટુ હાર્ટ અને હટ ટુ હટ લોકોને આશ્વાસન આપી સહયોગ કરવા નીકળી ગયા. ગુરુના માર્ગદર્શનમાં સાધ્વી શ્રી હેતલદીદી ની હાકલ અને પ્રેરણાથી નીચાણવાળા દક્ષિણ ગુજરાતના અમલસાડ, ધમડાછા, ગણદેવી, દેવધા, તલિયારા, લુસવાડા, સામરાવાડી, હથિયાવાળી જેવા નીચાણ વાળા વિસ્તારમાં વિવિધ સંસ્થાઓના માધ્યમથી સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી. કરુણામય ચેરીટેબલટ્રસ્ટ (શ્રી અતુલ મહેતા) ના સાનિધ્યમાં ચાર હજાર ધાબડા અને 4000 ચાદરોનું વિતરણ થયું. કાયાતળાવ ગોલકુ પરિવાર દ્વારા જરૂરિયાતમંદોને 108 મિક્સર મશીન, ધાબડા તથા કપડાનું વિતરણ કરવામાં આવ્યુ. જય ગોપાલ ગૌ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ પરિવાર (વાલજીભાઈ) દ્વારા 5000 ફૂડ પેકેટ, સુરત ભરતભાઈ પરિવાર દ્વારા 1500 ફૂડ કીટનું વિતરણ કરવામાં આવ્યુ. હરિયાલી ગ્રુપ બીલીમોરા (નીતિનભાઈ મહેતા) દ્વારા ૨૫૦ ખુરશી નું દાન કરવામાં આવ્યું. અનાવેલ સહિયર સખા ચેરીટેબલ ટ્રસ્ટ,સુરત ના પ્રણેતા વિભુતિબેન દેસાઈ તથા એમની ટીમ દ્વારા આ વિસ્તારમાં 14 લાખ જેવા રોકડ રકમ અલગ અલગ ઘરોમાં જરૂરિયાત પ્રમાણે આપવામાં આવ્યા. આ બધા ગ્રુપના પ્રતિનિધિ સ્વરૂપ લોકો તથા સ્થાનિક લોકો અને શિવાશ્રય તેજસ્વિની કન્યા છાત્રાલયની દીકરીઓ સાથે પૂજ્ય હેતલ દીદી તથા આચાર્યશ્રી પૂજ્ય કેતન દાદાના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમાના ઉત્સવ ઉજવાયો. આદરણીય ડાંગ જિલ્લા દંડક શ્રી તથા ધારાસભ્ય શ્રી વિજયભાઈ તથા ડાંગ જિલ્લા યુવા મોરચાના યુવાનો દ્વારા પણ પૂ. દીદીના આશીર્વાદ લેવાયા. પાદુકા પૂજન બાદ મુખ્ય સેવક હરિભાઈ દ્વારા બાળકોને ડ્રોઈંગ કીટ, મંગલ રબર પ્રોડક્ટ ના રાધેશ્યામજી દ્વારા 50 દીકરીઓને ચપ્પલનું દાન તથા કેતન દાદા દ્વારા પાટી પેન તથા વસ્ત્રોનું વિતરણ કરવામાં આવ્યું ગુરુપૂજન ની શરૂઆત શીવાશ્રય તેજસ્વીની કન્યા છાત્રાલયની બાળાઓ દ્વારા પ્રાર્થના સ્વાગત થી કરવામાં આવ્યું હતું. ધનસુખભાઈ સહિત તેજસ્વીની સંસ્કૃતિપરિવાર દ્વારા ભારે જેહ મત ઉઠાવવામાં આવી.

Related Posts