અમરેલી

શ્રી દામનગર નાગરિક શરાફી સહકારી મંડળી લી. ની વાર્ષિક સાધારણ સભા મળી ૭૩, લાખનો ચોખ્ખો નફો ૧૦% ડીવીડન્ડ જાહેર

દામનગર શ્રી દામનગર નાગરિક શરાફી સહકારી મંડળી લી.ની ૨૯ મી વાર્ષિક સાધારણ સભા મંડળીના સ્થાપક ચેરમેનશ્રી હરજીભાઈ નારોલાના અધ્યક્ષ સ્થાને મળી હતી. વાર્ષિક હિસાબો જાહેર કરતા શ્રી નારોલાએ જણાવ્યું હતું કે ૩૨૩૨ સભાસદો ધરાવતી મંડળીનું ધીરાણ રુ.૭૯૩ લાખ છે મંડળીએ ગત વર્ષે ૭૩ લાખનો ચોખ્ખો નફો કરેલ છે. મંડળી ૪૧૬ લાખની થાપણ ધરાવે છે.સ્થાપના કાળથીજ ઓડીટ વર્ગ “અ” સતત આવે છે. મંડળીનું એન.પી.એ ૦ શુન્ય છે. સભાસદોને ૧૦% ડીવીડન્ડ આપવાનું જાહેર કરવામાં આવતા, સભાસદોમાં હર્ષની લાગણી વ્યાપેલ છે. સભાસદનું આકસ્મિક મૃત્યુ થાયતો ૫૦,પચાસ હજારની સહાય સ્વભંડોળ માંથી કરવામાં આવે છે.

મંડળીના સ્થાપક ચેરમેન હરજીભાઈ નારોલા સ્થાપના કાળ ૧૯૯૭ થી સતત મંડળીનું સુકાન સંભાળી રહ્યા છે. મંડળી અવિરત પણે પ્રગતિ કરી રહી છે. આજની વાર્ષિક સાધારણ સભામાં ખુબજ મોટી સંખ્યામાં મંડળીના સભાસદો ઉપરાંત ધી અમરેલી જીલ્લા મધ્યસ્થ સહકારી બેંકના અધિકારીઓ,સામાજિક આગેવાનો, રાજકીય અગ્રણીઓ, સામાજિક સંસ્થાઓના હોદેદારો અને પત્રકાર મિત્રો સહીત મંડળીના ડીરેક્ટરો હાજર રહ્યા હતા. મંડળીના વાઈસ ચેરમેનશ્રી વસંતભાઈ મોણપરા એ સ્વાગત પ્રવચન કર્યું હતું. જયારે આભારવિધી મેનેજરશ્રી દિનેશભાઈ પટેલે કરી હતી, કાર્યક્રમને સફળ બનાવવા જય નારોલા,સીરાજભાઈ ભારમલ વિગેરેએ જહેમત ઉઠાવી હતી.

Related Posts