અમરેલી

દામનગર સેવા સહકારી મંડળી લી. ની ૭૫ મી વાર્ષિક સાધારણ સભા મળી ૪૩,તેતાલીસ લાખનો ચોખ્ખો નફો ૧૨% ડીવીડન્ડ જાહેર

દામનગર શ્રી દામનગર સેવા સહકારી મંડળી લી.ની ૭૫ મી વાર્ષિક સાધારણ સભા મંડળીના પ્રમુખશ્રી હરજીભાઈ નારોલાના અધ્યક્ષ સ્થાને મળી હતી. વાર્ષિક હિસાબો રજુ કરતા નારોલાએ જણાવ્યું હતું કે ૬૫૬ સભાસદ ધરાવતી મંડળીનું કે.સી.સી. તથા મ.મુ ધિરાણ રુ.૧૨૫૬ લાખ છે મંડળીએ વર્ષ ૨૦૨૫-૨૬ માં ૪૩, તેતાલીસ લાખનો ચોખ્ખો નફો કરેલ છે. સભાસદોને ૧૨% ડીવીડન્ડ આપવાનું જાહેરાત કરતા સૌએ હર્ષથી આ જાહેરાતને વધાવી લીધી હતી. મંડળીના સભાસદનું આકસ્મિક કે કુદરતી મૃત્યુ થાયતો સ્વભંડોળ માંથી સહાય કરવામાં આવે છે. મંડળીમાંથી ધીરાણ લેતા સભાસદોનો આક.વીમો રુ.૫,૦૦,૦૦૦ પાંચ લાખનો મંડળી તરફથી લેવામાં આવે છે.

મંડળીનો ઓડીટ વર્ગ “અ” છેલ્લા ૨૭ વર્ષથી અવિરત પણે સતત આવી રહ્યો છે મંડળીની વસુલાત ૯૯.૬૦% રહી છે જયારે એન.પી.એ ૦ શુન્ય છે અત્રે યાદ રહે કે મંડળીનું સુકાન ૧૯૯૫ થી અવિરત પણે હરજીભાઈ નારોલા સંભાળી રહ્યા છે. વાર્ષિક સાધારણ સભામાં ધી અમરેલી જીલ્લા મધ્યસ્થ સહકારી બેંકના દામનગર શાખાના મેનેજરશ્રી ભરતભાઈ ગરણીયા, સુપરવાઈઝરો અમીતભાઈ ડાબસરા અને રાજુભાઈ માલવીયા, મંડળીની વ્યવસ્થાપક કમિટીના સભ્યશ્રીઓ તેમજ વિશાળ સંખ્યામાં ખેડુત સભાસદો હાજર રહ્યા હતા. મંડળીના મંત્રીશ્રી અનિલભાઈ જાગાણીએ આભારવિધિ કરી હતી.

Related Posts