અમરેલી

શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ તથા અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે. કે. પારેખ કોમર્સ કોલેજ ખાતે ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી

અમરેલી: શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ તથા અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે. કે. પારેખ કોમર્સ કોલેજ ખાતે આજરોજ તારીખ ૨૯/૦૭/૨૦૨૬, બુધવારના રોજ ગુરુપૂર્ણિમાના પવિત્ર તહેવારની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન અંતર્ગત કાર્યક્રમની શરૂઆતમાં કોલેજમાં અભ્યાસ કરતી બી.બી.એ. સેમ. ૦૫ની વિદ્યાર્થીનીઓ દ્વારા સૌ ગુરુજનોનું કુમકુમ તિલક, પુષ્પગુચ્છ તથા મિમેંટો આપીને સન્માન તેમજ અભિવાદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કાર્યક્રમ અંતર્ગત વર્ષ ૨૦૨૫-૨૬ દરમ્યાન એન.એસ.એસ. યુનિટ -૦૨ (બહેનો)ના પ્રોગ્રામ ઓફિસર તરીકે ફરજ બજાવનાર પ્રા. ડો. એ. કે. વાળાનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. તથા વર્ષ ૨૦૨૬-૨૭ માટે નવનિયુક્ત પ્રોગ્રામ ઓફિસર પ્રા. ડો. એ. જી. પટેલ સાહેબનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.  ત્યારબાદ કાર્યક્રમ અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વક્તૃત્વ સ્પર્ધામાં બી.કોમ. તથા બી.બી.એ.માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં બી.કોમ. સેમ ૦૫ના વિદ્યાર્થીની ઉર્વશીબેન દામાણી પ્રથમ ક્રમે, બી.બી.એ. સેમ. ૦૫માં અભ્યાસ કરતા રામજી બોરસાણીયા દ્વિતીય ક્રમે તથા બી.કોમ. સેમ. ૦૧માં અભ્યાસ કરતા પલક ડેર તથા ધૃવ રાવળ સંયુક્ત પણે તૃતીય ક્રમે રહ્યા હતા. વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા તથા સ્પર્ધામાં ભાગ લેનાર દરેક સ્પર્ધકને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા હતા. સ્પર્ધામાં નિર્ણાયક તરીકે પ્રા. ડો. જે. ડી. સાવલિયા સાહેબ તથા પ્રા. ડો. એ. કે. વાળા સાહેબ દ્વારા ભૂમિકા ભજવવામાં આવી હતી. કાર્યક્રમમાં દરેક પ્રાધ્યાપકોએ ગુરુ પૂર્ણિમા વિશે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડો. એ. બી. ગોરવાડિયા દ્વારા કરવામાં આવ્યુ હતુ. કાર્યક્રમના આયોજન બદલ કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ પ્રા. ભારતીબેન ફીણવિયાએ આશીર્વચન પાઠવ્યા હતા. કાર્યક્રમના અંતે પ્રા. ડો. એ. જી. પટેલ સાહેબ, પ્રા. ડો. એમ. એમ. પટેલ સાહેબ, પ્રા. વાય. કે. ક્યાડા સાહેબ, પ્રા. ડો. પી. કે. ત્રિવેદી સાહેબ, પ્રા. વાય. એચ. ઠાકર સાહેબ, પ્રા. જે. એમ. તળાવીયા સાહેબ તથા પ્રા. ડબલ્યુ. જી. વસાવા સાહેબે શુભેચ્છાઓ પાઠવી હતી. 

ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે આ કાર્યક્રમના સફળ આયોજન બદલ અમરેલી જિલ્લા વિદ્યાસભાના પ્રમુખશ્રી અને સર્વોત્તમ શિક્ષણના સ્વપ્ન દ્રષ્ટા શ્રી વસંતભાઈ ગજેરા, મંત્રીશ્રી મનસુખભાઈ ધાનાણી, શ્રી ચતુરભાઈ ખુંટ, અમરેલી જિલ્લા વિદ્યાસભાના નિયામકશ્રી ડો. અતુલભાઇ પટેલ અને કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ભારતીબેન ફીણવીયાએ શુભેચ્છાઓ પાઠવી હ

Related Posts