રાજ્યકક્ષાની યુવા ચિત્રકલા સ્પર્ધા માટે આગામી ૩૦ જાન્યુઆરી સુધી કૃતિઓ મોકલી શકાશે
આગામી દિવસોમાં રમતગમત વિભાગ દ્વારા ફિટ ઈન્ડિયા કાર્યક્રમ અંતર્ગત ૧૮ થી ૨૫ વર્ષના યુવાનો માટે ચિત્ર સ્પર્ધા યોજાનાર છે. સ્પર્ધામાં ભાગ લેવા સ્પર્ધકે A4 સાઈઝના ડ્રોઈંગ પેપર પર ફિટ ઈન્ડિયા વિષય પર પોતાની કૃત્તિ તૈયાર કરી તેને માઉન્ટીંગ કરાવીને તથા કૃત્તિની પાછળ સ્પર્ધકનું નામ, સરનામું, મો.નં., મેઈલ આઈ.ડી. જેવી વિગતો ભરીને તા.૩૦/૦૧/૨૦૨૧ સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, રમત ગમત કચેરી, બહુમાળી ભવન, બ્લોક-સી, રૂમ નં-૧૧૦/૧૧૧, પ્રથમ માળે, અમરેલી કચરીએ રૂબરૂ/ કુરિયર દ્વ્રારા સ્વીકારવામાં આવશે, ત્યારબાદ મળેલા ચિત્રો/ કલાકૃતિઓ સ્વીકારવામાં આવશે નહી. કૃત્તિની સાથે સ્પર્ધકે પોતાના ઉંમરના પુરાવા તરીકે આધારકાર્ડ/ચૂંટણીકાર્ડ/પાનકાર્ડ અથવા ડ્રાઈવીંગ લાઈસન્સની નકલ આપવાની રહેશે. આ કૃત્તિઓમાંથી ૧૦ કૃત્તિઓ પસંદ કરવામાં આવશે અને તા. ૧૧/૦૨/૨૦૨૧ના રોજ જે-તે જિલ્લાના જિલ્લા રમતગમત અધિકારીની કચેરી ખાતે આ પસંદગી પામેલ ૧૦ કલાકારો વચ્ચેની રાજ્યકક્ષાની ચિત્ર સ્પર્ધામાંથી પ્રથમ વિજેતાને રૂ. ૧૦,૦૦૦/-, દ્વિતીય વિજેતાને રૂ. ૭૫૦૦/- તથા તૃતીય વિજેતાને રૂ. ૫૦૦૦/- એમ ત્રણ ઈનામો અને બાકીના અન્ય સાત વિજેતાઓને રૂ. ૨૫૦૦/-(પ્રત્યેકને) મુજબ આશ્વાસન ઈનામો આપવામાં આવશે.
Recent Comments