રાફેલ ફાઇટર જેટ પ્રથમવાર પરેડમાં ભાગ લેશે, મહિલા ફાઇટર નજરે પડશેકોરોના મહામારી વચ્ચે આજે દેશમાં ૭૨માં પ્રજાસત્તાક દિવસની ઊજવણી કરાશે
૨૬ જાન્યુઆરીએ દેશ પોતાનો ૭૨મો પ્રજાસત્તાક દિવસ મનાવવા જઈ રહ્યો છે. દર વર્ષે આ ઐતિહાસિક પ્રસંગે રાજપથ પર ભવ્ય સમારંભનુ આયોજન થાય છે પરંતુ આ વખતે કોરોના મહામારીના કારણે ભવ્ય આયોજન નથી થઈ રહ્યુ. આ વખતે તમને રાજપથ પર નાની પરેડ જાેવા નહિ મળે. એટલુ જ નહિ આ વખતે ગણતંત્ર દિવસ કાર્યક્રમમાં કોઈ ચીફ ગેસ્ટ પણ નથી. તમને જણાવી દઈએ કે પહેલા બ્રિટિશ પીએમ બોરિસ જૉનસનને ભારત આવવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા પરંતુ બ્રિટનમાં નવા કોવિડ-૧૯ સ્ટ્રેનના વધતા પ્રકોપના કારણે તેમનુ આવવાનુ કેન્સલ થઈ ગયુ.
ધ્વજારોહણ – ૨૬ જાન્યુઆરીએ મંગળવારે સવારે ૮ વાગે થશે. ગણતંત્ર દિવસ પરેડ સવારે ૯.૩૦ વાગે રાષ્ટ્રપતિ ભવનથી શરૂ થશે અને ઈન્ડિયા ગેટ પર ખતમ થશે. પરેડનો રૂટ વિજય ચોકથી રાજપથ, અમર જવાન જ્યોતિ, ઈન્ડિયા ગેટ પ્રિન્સેસ પેલેસ, તિલક માર્ગ થઈને છેલ્લે ઈન્ડિયા ગેટ પહોંચશે.
રાફેલ ફાઈટર જેટ, પહેલી વાર પરેડમાં ભાગ લેશે. વળી, ભારતની પહેલી મહિલા ફાઈટર પાયલટ ભાવના કંઠ ટુકડી સાથે દેખાશે. પરેડમાં બાંગ્લાદેશ સશસ્ત્ર દળોની આર્મી બેંડ પણ પરેડમાં શામેલ થશે. વળી, કોરોના વાયરસના કારણે મોટર સાઈકલ સ્ટંટ નહિ જાેવા મળે.
ગણતંત્ર દિવસ ૨૦૨૧ સમારંભમાં માત્ર ૨૫,૦૦૦ લોકો જ હશે. વળી, ૧૫ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને એન્ટ્રી નથી. માત્ર ૨૦૦ મીડિયા પ્રતિનિધિઓને મંજૂરી મળી છે. બહાદૂરી પુરસ્કાર મેળવનાર બાળકો પણ ૭૨માં ગણતંત્ર દિવસ સમારંભમાં નહિ હોય. આ વખતે રાજપથ પર પહેલી વાર ડીબીટીની ઝાંકી દેખાશે કે જે કોરોના વેક્સીન વિશે લોકોને જણાવશે.
ગૃહ મંત્રાલયે જાહેર કરી એડવાઈઝરી
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગણતંત્ર દિવસ સમારંભના કારણે એક એડવાઈઝરી જાહેર કરી છે જેમાં લોકોને અપીલ કરવામાં આવી છે કે તે પ્લાસ્ટિકથી બનેલા તિરંગાનો ઉપયોગ ૨૬ જાન્યુઆરી પર ન કરે. તેના બદલે કાગળ કે કપડાના બનેલા ધ્વજનો ઉપયોગ કરો. ગૃહ મંત્રાલયે કહ્યુ છ કે પ્લાસ્ટિકના બનેલા ધ્વજ પ્રાકૃતિક રીતે સડતા નથી, તે લાંબા સમય સુધી વિઘટિત થતા નથી અને તેને ડિસ્પોઝ કરવામાં પણ મુશ્કેલી આવે છે.
Recent Comments