fbpx
બોલિવૂડ

લગ્નને હજી ૩ દિવસ થયા ત્યાં તો ગૌહર ખાન એક્સ બોયફ્રેન્ડ સાથે પ્લેનમાંપ

બિગ બોસ ૭ની વિજેતા અને બોલિવૂડ એક્ટ્રેસ ગૌહર ખાને ૨૫ ડિસેમ્બરે બોયફ્રેન્ડ ઝૈદ દરબાર સાથે લગ્ન કર્યા. અભિનેત્રીના લગ્નમાં અનેક હસ્તીઓ હાજર રહી હતી. પરંતુ, એવું લાગે છે કે ગૌહર ખાન લગ્ન પછી પણ પોતાના કામમાં ખૂબ વ્યસ્ત છે. જેના કારણે તેની પાસે હનીમૂન પર જવાનો પણ સમય નથી. લગ્નના બે દિવસ બાદ ગૌહર ખાન તેના કામ માટે રવાના થઈ ગઈ છે. તાજેતરમાં તે ગૌહર એરપોર્ટ પર જાેવા મળી હતી.
જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. હાલમાં જ ગૌહર ખાનનો એક્સ બોયફ્રેન્ડ અને બિગ બોસમાં તેના સહ-સ્પર્ધક કુશલ ટંડનનો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેના દ્વારા તેણે ગૌહરને લગ્ન કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે. ખરેખર, કુશલ ટંડન પણ તે જ ફ્લાઇટમાં હતો જેમાં ગૌહર ખાન હતી. આવી સ્થિતિમાં કુશલે ગૌહર સાથે કેટલાક વીડિયો બનાવ્યા છે, જેને તેણે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યા છે. ગૌહર અને કુશલ આ વીડિયોમાં જાેવા મળી રહ્યા છે. વીડિયો શેર કરતી વખતે કુશલ ટંડને તેને સુંદર ગણાવ્યો છે.
વીડિયોમાં કુશલ કહી રહ્યો છે- ‘હું કોઈ જગ્યાએ ફરતો હતો અને સંયોગથી મને મારો એક જૂનો મિત્ર પણ મળી ગયો. જેમણે તાજેતરમાં જ લગ્ન કર્યા છે કદાચ મારે ખરેખર તેમને લગ્નમાં અભિનંદન આપવા હતાં. હાય મારી કિસ્મત. વીડિયોમાં ગૌહર અને કુશલને જાેઈને લાગે છે કે બંને વાસ્તવિક જીવનની દરેક બાબત ભૂલી ગયા છે અને તેમની વચ્ચે સારા ટર્મ્સ છે. તમને જણાવી દઈએ કે, આ કપલ બિગ બોસ દરમિયાન ચર્ચામાં હતું. આ શોમાં બંને વચ્ચેનો પ્રેમ વધ્યો અને આ પછી તેઓએ જાહેરમાં તેમના સંબંધોને સ્વીકારી લીધા. જાેકે કેટલાક કારણોને લીધે બંનેના સંબંધ લાંબા સમય સુધી ટકી શક્યા નહીં અને બંને છૂટા પડ્યા.

Follow Me:

Related Posts