વિશ્વ ના સૌથી વધુ ૧૭ પ્રાચીન સ્થાપત્યો ભારત પાસે યુનેસ્કો. વિશ્વ પ્રાચીન કલા વારસાની જાળવણી પ્રત્યે લોક ચેતના જગાવતું વિશ્વ વારસા સપ્તાહ

જે પ્રજા પોતાનો ઇતિહાસ ભૂલી જાય છે તે પ્રજાને ઇતિહાસ ભૂલી જાય છે વિશ્વ વારસા સપ્તાહ પ્રાચીન કલાવારસાની જાળવણી પ્રત્યે લોકચેતના જગાવતું વિશ્વ વારસા સપ્તાહ દરેક દેશની પ્રજા પોતાના પ્રાચીન કલાવારસાની જાળવણી અંગે સભાન બને તે માટે વિશ્વ વારસા સપ્તાહ’નું આયોજન હાથ ધરાયું છે તા૧૯થી ૨૫ નવેમ્બર દરમ્યાન ઉજવાય છે યુનેસ્કોની સામાન્ય સભાએ ૧૯૭૨ માં વિશ્વ વારસા અધિવેશનમાં પસાર કરાયેલ ઠરાવને બહાલી આપી હતી અને તેના માટેના ખાસ કરાર ઉપર જે દેશોએ સહી કરી હતી તેમાં ભારત પણ એક હતું ભારતમાં દર વર્ષે ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ.ઇન્દિરા ગાંધીના જન્મદિન તા.૧૯ નવેમ્બરથી ૨૫ નવેમ્બર દરમ્યાન ઊજવાતું વિશ્વ વારસા સપ્તાહ પણ આંતરરાષ્ટ્રીય સ્તર પર ઐતિહાસિક સ્મારકો અને પ્રાચીન અવશેષો માટે ઊજવાતા વિશ્વ વારસા સપ્તાહ ના એક ભાગરૂપ જ છે જેનો હેતુ દેશનાં ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્ત્વનાં સ્મારકો-અવશેષોની જાળવણી પરત્વે જનજાગૃતિ લાવવાનો છે જગતની પ્રાચીન સંસ્કૃતિઓમાં ભારતીય સંસ્કૃતિનું પણ એક આગવું મહત્ત્વ નું પ્રદાન છે હજારો વર્ષથી અસ્ખલિત રીતે વહેતા રહેલા તેના સાંસ્કૃતિક ઇતિહાસના સમયગાળા દરમ્યાન અનેક વિદેશી પ્રજાઓ પણ અહીં આવી વસી અને અહીંના સાંસ્કૃતિક પ્રવાહમાં એકાકાર થઈ ક્યારેક સંઘર્ષ થયા અનેક પ્રજાઓ અહીંની ભૌતિક સંપત્તિ લૂંટી ગઈ વિધર્મી આક્રમણકારોએ કલાવારસાને પણ નુકસાન કર્યું આચાર વિચારની સાથે વિવિધ કલાઓ પણ પરસ્પરના આદાન પ્રદાનથી પ્રભાવિત બની જેની સાક્ષી રૂપે આજે સમગ્ર દેશમાં અનેક પ્રાચીન સ્મારકો સદીઓથી પોતાનું અસ્તિત્વ ટકાવી આપણને આપણા પુરોગામીઓના જીવન કવન અને કલા પરત્વેનાં અભિગમ જે તે સમયની દેશની આર્થિક સમૃદ્ધિ ઇજનેરી કલા કૌશલ્ય અને વિજ્ઞાનના ક્ષેત્રે હાંસલ કરેલ સિદ્ધિનું દર્શન કરાવે છે આમ વિવિધતામાં એકતા અને એકતામાં વિવિધતા એ ભારતીય સંસ્કૃતિનું એક લક્ષણ છે જગતમાં સૌથી વધારે યુનેસ્કો માન્ય ૧૭ વિશ્વ વારસા સ્થાપત્યો ભારતમાં છે તેમાં અજંતા ઇલોરાની ગુફાઓ આગ્રાનો કિલ્લો સૂર્યમંદિર દેવળો તાજમહાલ ગોવા ખજુરાહો હમ્પીનાં સ્થાપત્યો ફતેહપુર સીક્રી કર્ણાટકમાં પટ્ટાદગલ એલીફન્ટા ગુફાઓ સાંચિ સ્તૂપ હુમાયુની કબર કુતુબ મિનાર અને હિમાચલમાં તાબુ મઠ મુખ્ય છે વધુમાં ગુજરાતની કલાના અભ્યાસ માટે રાજસ્થાન માળવા દક્ષિણના કલા સાંસ્કૃતિક ઇતિહાસનો અભ્યાસ જરૂરી છે જેમાં નાગરિક ધાર્મિક સ્થાપત્યના નમૂનાઓનો સમાવેશ થતો જોવા મળે છે લોથલ ધોળાવીરા જેવા હરપ્પીય સભ્યતાની નગરીય વસાહતો દર્શાવતાં સ્થળો ટીંબા ઉપરાંત ગિરિકંદરાઓમાં કોતરાયેલ બૌદ્ધ જૈન મતાવલંબી ગુફા ઉપરકોટ પાટણ વડનગર વિરમગામ ઝિંઝુવાડાના કિલ્લા સહસ્રલિંગ સરોવર મિનળ તળાવ મલાવ તળાવ જેવાં જળાશયો જૂનાગઢમાં ઉપરકોટની અડી ચડી વાવ પાટણની રાણી વાવ અડાલજની વાવ જેવી અસંખ્યા વાવો વિવિધ સંપ્રદાયોનાં ધાર્મિક સ્થળો મંદિર મસ્જિદો ઉપરાંત ગુજરાતની જગપ્રસિદ્ધ કાષ્ટકોતરણી દર્શાવતી હવેલીઓ મહાલયો રહેણાંકનાં મકાનો વગેરેથી ગુજરાતનો કલાવારસો સમૃદ્ધ છે જેના નિરીક્ષણ અભ્યાસ અર્થે દેશ વિદેશનાં પર્યટકો તજજ્ઞો મોટી સંખ્યામાં અહીં આવે છે અને આ તમામની વિગતો આ સ્થાપત્યોમાં આવેલ પ્રચુર શિલ્પકલાની વિગતો આ તમામ સ્મારકો અને ગુજરાતના કલાવારસાથી પરિચિત છે આ તમામ બાબતોથી આ સ્મારકોની ભવ્યતા રચના અને શિલ્પોમાં જોવા મળતું સૌંદર્ય જે તે સમયે પણ આપણા પુરોગામીઓની નગર આયોજન પદ્ધતિ તથા હસ્તપ્રતોનાં ચિત્રોમાં જોવા મળતું રંગ સંયોજન રંગ બનાવવાની નિપુણતા વાસ્તુ શાસ્ત્રનાં સિદ્ધાંતો શિલ્પોમાં જોવા મળતું શરીરસૌષ્ઠવ કેશ વિન્યાસ વિવિધ પ્રકારનાં અલંકારો ફૂલ વેલ ભૌમિતિક ભાત વગેરે ટાંણા દ્વારા પથ્થરમાં પ્રાણપૂરવાની સિદ્ધિ હસ્તકલાનાં દર્શન કરાવે છે ધાતુ શિલ્પો કે ધાતુ કલાનાં નમૂના ધાતુ ઢાળવાની કલાનાં દર્શન કરાવે છે ખોદકામમાંથી મળતી અલંકૃત ઇંટો માટીનાં વાસણો રમકડાં વગેરે માટી કામમાં નિપુણતા દર્શાવે છે ઉપરાંત કિંમતી અધિકમતી પથ્થરમાંથી બનાવેલ વિવિધ આકાર ઘટના આભૂષણોના નમૂના પણ અતિ મહત્ત્વ ધરાવે છે આ બધા એક પ્રકારનો અહોભાવ પ્રગટ કરે છે એટલું જ નહીં તેના નિરુપણમાં જે તે સમયના સમાજ જીવનનું પ્રતિબિંબ પડતું નિહાળીએ છીએ વિશ્વ વારસા સપ્તાહ ની ઉજવણી પાછળનો મુખ્ય આશય આપણા આ પ્રાચીન કલા વારસાની આવનારી પેઢીઓ માટે જાળવણી કરવાની એક નાગરિક તરીકે આપણી ફરજ જવાબદારી પ્રત્યે લોકજાગૃતિ કેળવવાનો છે કેન્દ્ર અને રાજ્ય સરકારનાં પુરાતત્ત્વ ખાતાં દ્વારા જેની સંભાળ લેવાય છે એવાં સ્મારકો સિવાય પણ મોટી સંખ્યામાં આવાં સ્મારકો સમગ્ર રાજ્યમાં છે સંગ્રહાલયોમાં પ્રદર્શિત શિલ્પકલાના નમૂના સિવાય મોટી સંખ્યામાં આવા અવશેષો સ્મારકની આસપાસ કે ગામો શહેરોમાં છૂટાછવાયા વિખરાયેલા જોવા મળે છે આ તમામની યોગ્ય જાળવણી થાય તે માટે તેને સુરક્ષિત રાખવાના પ્રયત્નો પણ જરૂરી છે અને આ માટે આયોજનપૂર્વકના પ્રયત્નો સાથે વ્યક્તિગત રીતે પણ આવાં સ્મારકોની આસપાસ કે સ્મારકોમાં સ્વચ્છતા જાળવી તથા આસપાસ ગેરકાયદેસર દબાણો હોય તો તે દૂર કરાવી સ્મારકોની દીવાલ કે તેના કોઈ ભાગને પાકા રંગ કે ચૂનાથી ધોળી વિકૃત ન કરીએ કે લખાણો લખી તેના ભાગોને ખોતરી કે ઓજાર ઘસી તેને નુકસાન ન કરીએ તેને લગતા કાયદાઓનું પાલન કરીએ તો પણ જાળવણીમાં મદદરૂપ થઈ શકીએ ગામમાં કે શહેરમાં આવેલ છૂટાછવાયા નમૂનાઓ યોગ્ય સત્તાની પરવાનગીથી શૈક્ષણિક સંસ્થા પંચાયત કે નગરપાલિકામાં યોગ્ય રીતે પ્રદર્શિત કરી શકાય કે જેથી તેનો દુરુપયોગ કે નુકસાન થતું અટકાવી શકાય વ્યક્તિગત સંગ્રહમાં આવેલ પુરાવશેષની કાયદેસર નોંધણી કરાવવી એ પણ એક ફરજ છે સ્મારકોની પુરાવશેષોની જાળવણીમાં સંબંધિત ખાતાની સાથે સામાન્ય જનસમાજમાં તેનો વધુ ને વધુ પ્રચાર પ્રસાર થાય તે માટે વિશેષ રૂપે વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ સહયોગ આપી શકે જેમાં શૈક્ષણિક પ્રવાસો ઉપરાંત રાષ્ટ્રીય સેવા યોજનાના વિદ્યાર્થીઓની શિબિર ઇતિહાસ સંસ્કૃતિ વિષયના વિદ્યાર્થીઓ માટે પુરાતત્ત્વીય શિબિરોનું આયોજન યુવક મહોત્સવની સંગીત નૃત્યની સાંસ્કૃતિક સ્પર્ધાઓનું યોગ્ય સત્તાની પરવાનગી સહકારથી આવાં ઐતિહાસિક સ્મારકોના પરિસરમાં આયોજન સાથે વિશ્વ વારસા સપ્તાહ દરમ્યાન પોતાની અનુકૂળતા મુજબ નાના મોટા કાર્યક્રમોનું શાળા કૉલેજો દ્વારા આયોજન કરી વિશાળ જનસમૂહ સુધી વિશ્વ વારસા સપ્તાહ નો સંદેશ પહોંચાડવા સહયોગ આપી શકે જે પ્રજા પોતાનો ઇતિહાસ ભૂલી જાય છે તે પ્રજાને ઇતિહાસ ભૂલી જાય છે
Recent Comments