ગુજરાત

સરકારનો આદેશ છતાં સ્વામી વિવેકાનંદ વિદ્યાલય ચાલુ રખાતા વિવાદ

સમગ્ર રાજ્યમાં વધી રહેલા કોરોના કેસોને ધ્યાનમાં લઇ સરકાર દ્વારા ઓફ લાઇન સ્કૂલો બંધ કરવાનો આદેશ આપવા છતાં, શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ સ્વામી વિવેકાનંદ વિદ્યાલય આજે ચાલુ રાખવામાં આવતા વિવાદ સર્જાયો હતો. વાલીઓ અને સ્થાનિક લોકો સ્કૂલમાં પહોંચીને હોબાળો મચાવ્યો હતો. દરમિયાન સ્કૂલ સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા.

મળેલી માહિતી પ્રમાણે વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલી શ્રી સ્વામી વિવેકાનંદ વિદ્યાલયમાં આજે ધોરણ ૯થી ૧૨ના વિદ્યાર્થીઓને બોલાવીને સ્કૂલ ચાલુ રાખવામાં આવતા વિવાદ સર્જાયો હતો. જાે કે સ્કૂલના સંચાલકોએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને સ્કૂલમાં અભ્યાસ માટે બોલાવવામાં આવ્યા નથી, પરંતુ પ્રશ્નપત્ર આપવા માટે બોલાવવામાં આવ્યા હોવાનો લુલો બચાવ કર્યો હતો.

વડોદરા શહેર સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાના કેસો કૂદકે ને ભૂસકે વધી રહેલા કેસોને ધ્યાનમાં લઇ રાજ્ય સરકાર દ્વારા અગાઉ શરૂ કરવામાં આવેલી તમામ સ્કૂલો બંધ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. જેના પગલે તમામ સ્કૂલો બંધ રાખવામાં આવી છે. પરંતુ વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલી શ્રી સ્વામી વિવેકાનંદ વિદ્યાલય ચાલુ રાખવામાં આવતા વિવાદ સર્જાયો હતો. શાળા સંચાલકો દ્વારા સ્કૂલ બંધ ન કરવામાં ધોરણ ૯થી ૧૨ના વિદ્યાર્થીઓ સ્કૂલ ડ્રેસ પહેરીને પહોંચી ગયા હતા. દરમિયાન વાલીઓ અને સ્થાનિક લોકો સ્કૂલમાં પહોંચીને હોબાળો મચાવ્યો હતો. દરમિયાન સ્કૂલ સંચાલકો દ્વારા વિધ્યાર્થીઓને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા.

Follow Me:

Related Posts