સરકારે ઓઈલ કંપનીઓના નફા પર ટેક્સ લાગુ કર્યો

નાણા મંત્રાલયની સૂચના અનુસાર, કેન્દ્ર સરકારે સ્થાનિક ક્રૂડ ઓઈલ પર વિન્ડફોલ ટેક્સ ૧,૬૦૦ રૂપિયા પ્રતિ ટનથી વધારીને ૪,૨૫૦ રૂપિયા પ્રતિ ટન કર્યો છે. આ નવો દર ૧ ઓગસ્ટથી લાગુ થઈ ગયો છે. આ ટેક્સ, જે સેસના રૂપમાં છે, તેને ૧૫ જુલાઈએ પણ લંબાવવામાં આવ્યો હતો. જ્યારે વૈશ્વિક તેલના ભાવમાં ઘટાડાને કારણે તે અગાઉ ૧૬ મેથી શૂન્ય થઈ ગયો હતો. બીજી તરફ ડીઝલ પર સ્પેશિયલ એડિશનલ એક્સાઈઝ ડ્યુટી (જીછઈડ્ઢ) શૂન્યથી વધારીને ૧ રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવી છે. પેટ્રોલ અને એર ટર્બાઇન ઇંધણ પર વિશેષ વધારાની એક્સાઇઝ ડ્યુટીમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ટેક્સ શા માટે લાદવામાં આવે છે?… જે જણાવીએ તો, વિન્ડફોલ પ્રોફિટ ટેક્સ સરકાર દ્વારા તેલ ઉત્પાદકો અને ઇંધણ નિકાસકારોના સુપર-સામાન્ય નફા પર ટેક્સ લગાવવા માટે રજૂ કરવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં ઈંધણના માર્જિનમાં થતી વધઘટ અને વૈશ્વિક ક્રૂડ ઓઈલના ભાવના આધારે દર પખવાડિયામાં એકવાર ફીમાં સુધારો કરવામાં આવે છે. આ ફેરફારની અસર દેશની રિલાયન્સ જેવી કંપનીઓ પર પણ જાેવા મળી રહી છે.
Recent Comments