અમરેલી

સાવરકુંડલા નગરપાલિકા વિસ્તારના વિકાસ કાર્યો અંગે અટલ ધારા કાર્યાલય ખાતે ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ

સાવરકુંડલા નગરપાલિકા વિસ્તારના વિકાસ કાર્યો અંગે અટલ ધારા કાર્યાલય ખાતે ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાની
અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ
સાવરકુંડલા સ્થિત કાર્યાલય અટલ ધારા કાર્યાલય ખાતે આજ રોજ સાવરકુંડલા નગરપાલિકા વિસ્તારમાં ચાલી રહેલા
વિવિધ વિકાસ પ્રોજેક્ટોને લઇને ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ
હતી.
આ બેઠકમાં સંબંધિત વિભાગોના અધિકારીઓ તેમજ સંગઠનના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન
નગરપાલિકા વિસ્તારમાં ચાલી રહેલા રોડ, પાણી, નિકાસ, સ્વચ્છતા સહિતના વિવિધ વિકાસ કાર્યોની વિગતવાર સમીક્ષા
કરવામાં આવી હતી.
ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ તમામ પ્રોજેક્ટોની પ્રગતિ અંગે માહિતી મેળવી અને જ્યાં જરૂરી હોય ત્યાં
કામગીરીમાં ઝડપ લાવવા અંગે સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું. તેમણે જનહિતના કાર્યોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા તેમજ દરેક
યોજના સમયસર પૂર્ણ થાય તે માટે અધિકારીઓને દિશાનિર્દેશ આપ્યા.
તેમણે ખાસ ભાર મુક્યો કે વિકાસ કાર્યોમાં કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં નહીં આવે અને તમામ કામોમાં
પારદર્શિતા તથા ગુણવત્તાનો ખાસ ખ્યાલ રાખવો જરૂરી છે. સાથે જ પ્રજાજનોને લાભ મળે તે માટે કાર્યક્ષમતાપૂર્વક
કામગીરી કરવા સૂચના આપી હતી.
આ બેઠક દ્વારા સાવરકુંડલા શહેરના સર્વાંગી વિકાસને વધુ ગતિ મળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

Related Posts