fbpx
બોલિવૂડ

સારા અલી ખાનના બોડીગાર્ડે કેમેરામેનને ધક્કો માર્યો, તો સારાએ સોરી કહ્યું

સારા અલી ખાન બોલિવૂડની યુવા, પ્રતિભાશાળી અને ઉમદા દિલની એક્ટ્રેસ પૈકી એક છે. તે જ્યાં પણ જાય છે, તે તેના વર્તનથી દરેકનું દિલ જીતી લે છે. હવે સોમવારે સારા તેની આગામી ફિલ્મ અતરંગી રેના ગીત ચકા ચકના રિલીઝ ઈવેન્ટમાં ગઈ હતી. આ ઈવેન્ટમાં સારાએ સફેદ કુર્તો અને શરારા પહેર્યો હતો જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. ત્યાં સારાએ પણ ખૂબ ડાન્સ કર્યો હતો. આ દરમિયાન સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જાે કે એક વીડિયો છે જે સૌથી વધુ વાયરલ થઈ રહ્યો છે. સારાએ આ વીડિયોમાં જે કર્યું તે જાેઈને દરેક તેના વખાણ કરી રહ્યા છે. ખરેખર જ્યારે સારા ઈવેન્ટમાંથી બહાર નીકળી રહી હતી ત્યારે તેના એક બોડીગાર્ડે કેમેરામેનને ધક્કો માર્યો હતો. આ જાેઈને સારાને ખૂબ જ ખરાબ લાગ્યું અને તેણે માફી માંગી હતી. સારા તેના બોડીગાર્ડને કહે છે, ‘સોરી બોલો પ્લીઝ. તમે કોઈ ધક્કા-મુક્કી ના કરો. તમને આમ કરવાનો કોઈ અધિકાર નથી. વાંધો નહીં.’ આ પછી સારા કેમેરામેનને સોરી કહે છે.

Follow Me:

Related Posts