fbpx
અમરેલી

સાવરકુંડલા અને લીલીયા તાલુકાના લોકો નાં આધાર પુરાવાઓ બીજા જીલ્લા નાં હોય, પરંતુ તેમની મિલકત અને જમીન પોતાના ગામમાં હોવા છતાં પેઢીનામું બનાવી આપવામાં આવતું નાહોય, પ્રશ્નનું નિરાકરણ લાવતા ધરાસભ્ય પ્રતાપ દુધાત

સાવરકુંડલા અને  લીલીયા તાલુકાના લોકો નાં આધાર પુરાવાઓ બીજા જીલ્લા નાં હોય, પરંતુ તેમની મિલકત અને જમીન પોતાના ગામમાં હોવા છતાં પેઢીનામું બનાવી આપવામાં આવતું નાહોય, જે અંગે ધારાસભ્યશ્રી દ્વારા પ્રશ્ને જીલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિમાં રજુ કરી, આ પ્રશ્નનું નિરાકરણ લાવતા ધરાસભ્યશ્રી પ્રતાપ દુધાત

 આજ રોજ જીલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિ માં જીલ્લા કલેકટર શ્રીની અધ્યક્ષ સ્થાને થી મીટીંગ નું આયોજન કરવામાં આવેલ હતું, તેમાં ધારાસભ્યશ્રી પ્રતાપ દુધાત હાજર રહી અને સમિક્ષા કરવામાં આવેલ જેમાં પોતાના મતવિસ્તાર  સાવરકુંડલા અને લીલીયા તાલુકાના ઘણા લોકો ની મિલકત પોતાના ગામમાં હોય અને તેમના ૭/૧૨ અને મિલકત પણ હોય, અને ધંધા માટે કે અન્ય કામ માટે સુરત અન્ય જીલ્લા નાં હોવાથી આવા લોકોને પેઢીનામું કરી આપવામાં આવતું નાં હતું. અને તેમના કારણે અરજદારો ઘણા હેરાન પરેશાન થઇ રહેલ હતા તેમને ધ્યાને લઈને ધારાસભ્ય શ્રી દ્વારા પ્રશ્ન નંબર ૧૭/૨૦૨૧ થી જીલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિમાં રજુ કરેલ અને આવા લોકોને વાચા આપવા આજ રોજ આ મીટીંગ માં હાજર રહી ને આ પ્રશ્ન ઘણા સમયથી હતો તેમનું નિવારણ લાવવામાં આવેલ છે, જેમાં હવે નીતિવિષયકતા મુજબ સાવરકુંડલા અને લીલીયા તાલુકા નાં લોકોએ પેઢીનામું તૈયાર કરવા માટે તેમની મિલકત અને ૭/૧૨ જેતે ગામના હશે અને આધાર પુરાવાઓ અન્ય જીલ્લા નાં હશે તો પણ તેમનું પેઢીનામું કરી આપવામાં આવશે પરંતુ આવા અરજદારોએ તેમના ગામના ૩ સાક્ષીઓ રાખવા પડશે તેમ છતાં જો ગ્રામ્ય માં જે તે તલાટી અને સાવરકુંડલા શહેરમાં સીટી તલાટી ના પાડે તો અમારા કાર્યાલય કે મો 9879603200/9725981127 નો કોન્ટેક્ટ કરવો.       આમ ધારાસભ્ય શ્રી દ્વારા નીતિવિષયકતા બાબતે કલેકટર શ્રી સાથે ચર્ચા અને વિચારણા નાં અંતે કલેકટર શ્રી દ્વારા આ નિર્ણય લેવાતા આ લોક હિત માટે રજુ કરેલ પ્રશ્ન નું નિરાકરણ લાવવામાં આવેલ છે.            

ત્યારે સાવરકુંડલા અને લીલીયા મતવિસ્તાર નાં ધારાસભ્ય શ્રી દ્વારા લોક હિત અને લોકોની સવેદના ને સમજીને યોગ્ય નિર્ણય લઈને લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવી રહ્યું છે. અને સતત લોકોની મુજવતા પ્રશ્નો હોય, લોકહિત માટેના હોય, આરોગ્ય લક્ષી હોય, કે નીતિવિષયક હોય. તેવા તમામ પ્રશ્ને ધારાસભ્ય સતત કર્તવ્યનિષ્ઠા દાખવીને લોકોને ઉપયોગી થઇ રહેલ છે

Follow Me:

Related Posts