fbpx
અમરેલી

સાવરકુંડલા અને લીલીયા તાલુકા માં સતત બે દિવસથી પડી રહેલ કમોસમી વરસાદ થી ખેડૂતોના પાકોને થયેલ નુકશાની બાબતે મુખ્યમંત્રી ને પત્ર પાઠવી સર્વે કરાવી નુકશાનીનું વળતર ની રજુઆત કરતા ધારાસભ્ય પ્રતાપ દુધાત

પોતાના મતવિસ્તાર ૯૭-સાવરકુંડલા અને લીલીયા તાલુકાઓના ગામડાઓમાં તા.૧૦/૧૨/૨૦૨૦ તથા તા.૧૧/૧૨/૨૦૨૦ એમ સતત બે દિવસથી કમોસમી વરસાદ થવાના કારણે ખેડૂતોના પાકો જેવા કે  કપાસ, ઘઉં, ચણા ને ખુબજ નુકશાન થવા પામેલ છે,તેમજ ખેડૂતો દ્વારા માર્કેટયાર્ડ માં તેમના પાકોનું વેચાણ કરવા ગયેલ ત્યાં પણ પોતાના પાક વરસાદ થી પલળી જવાથી સંપૂર્ણપણે નિષ્ફળ ગયેલ છે.તેમજ બીજા પાકોમાં પણ ખુબજ નુકશાન થવા પામેલ છે..જે અંગે પોતાના મતવિસ્તાર સાવરકુંડલા અને લીલીયા તાલુકાના ખેડૂતઓની પરિસ્થિતિ દિનપ્રતિ દિન કફોડી અને દયનીય બનતી જાય છે,જે અંગે ખેડૂતો ની લાગણી અને માંગણી ને ધ્યાને લઈને ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ ને પત્ર પાઠવી ને સત્વરે સાવરકુંડલા અને લીલીયા તાલુકાના ગામોમાં સર્વે કરાવી નુકશાની નું યોગ્ય વળતર ચુકવવા રજૂઆત કરવામાં આવેલ

Follow Me:

Related Posts