સૌ.યુનિવર્સિટી ખાતે અંગ્રેજીની બોર્ડ ઓફ સ્ટડીઝની સામાન્ય સભા સંપન્ન

સૌ.યુનિ.કેમ્પસ ખાતે સેનેટ હોલ ખાતે અંગ્રેજી વિષયની બોર્ડ ઓફ સ્ટડીઝની મિટીંગ મળી બોર્ડ મિટીંગમાં કોર્પ સભ્યોની નિમણૂંક બાબતે ચર્ચા – વિચારણા પ્રા.દિલીપભાઈ , પ્રા.પંડયા , પ્રા.હરેશ બાવીશી , પ્રા.વાજા , પ્રા.ભેંસાણીયા સહિતના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહયા હતા . સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ખાતે સેનેટ હોલ ખાતે અંગ્રેજી વિષયની બોર્ડ ઓફ સ્ટડીઝની સાધારણ સભા સિનિયર પ્રાધ્યાપકશ્રી દિલીપભાઈ ભટ્ટના અધ્યક્ષ સ્થાને મળી હતી . અમરેલીના પ્રાધ્યાપક સહિતના અંગ્રેજી વિષયના વિનિયન , વાણિજય અને વિજ્ઞાનશાખાના પ્રાધ્યાપકશ્રીઓએ પોતાના મંતવ્યો રજુ કરીને સર્વાનુમતે ઠરાવો મંજુર કરાયા હતા . પ્રા.ઈરોસ જાવાના માર્ગદર્શન તળે યોજાયેલ આ બેઠકમાં અમરેલીથી સૌ.યુનિવર્સિટી – રાજકોટના અંગ્રેજી વિષયમાં બોર્ડ ઓફ સ્ટડીઝમાં પ્રતિનિધિત્વ કરતા પ્રા.હરેશ બાવીશી ખાસ ઉપસ્થિત રહ્યાં હતા . આ તકે ગોંડલના સિનિયર પ્રા.પંડયા સાહેબ , પ્રા.દવે સાહેબ , પ્રા.ભેંસાણીયા , પ્રા.ઠાકર તથા સૌ.યુનિ . સંલગ્ન કોલેજોના વિનિયન , વાણિજય તથા વિજ્ઞાનશાખામાં અંગ્રેજીનો અભ્યાસ કરાવતા નિષ્ણાંત પ્રાધ્યાપકશ્રીઓ એ પોત – પોતાના મંતવ્યો રજુ કરીને આગામી સેમેસ્ટર સફળતાપૂર્વક પૂર્ણ કરી શકાય તે માટે ચિંતન કરીને સભાના ઠરાવોને બહાલી આપીને પૂર્ણ કર્યા હતા .
Recent Comments