અભિનેત્રી પાયલ રોહતગીની અમદાવાદ પોલીસે ધરપકડ કરી
બીગ બોસથી જાણીતી થયેલી અને ટીવી અને બોલીવૂડમાં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ પાયલ રોહતગીની અમદાવાદ પોલીસે ધરપકડ કરી છે. આજે સેટેલાઈટ પોલીસે ધરપકડ કરી છે. સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં એક્ટ્રેસ પાયલ રોહતગી સામે ફરિયાદ થઈ હતી.
સોસાયટીનાં સભ્ય પરાગ શાહ નામનાં તબીબે ફરિયાદ નોંધાવી હતી. સોશિયલ મીડિયા પર સોસાયટીનાં ચેરમેન વિશે લખાણ લખ્યું હતું. વ્હોટ્સએપ ગૃપમાં અશ્લીલ મેસેજ કરીને ગાળો આપી હતી. કોમન પ્લોટમાં રમવા બાબતે ટાંટીયા ભાંગી નાખવાનુ કહ્યુ હતું. ખોટા કેસમાં ફસાવી દેવાની સોસાયટીના સભ્યોને ધમકી આપી હતી.
એક્ટ્રેસ પાયલ રોહતગી મૂળ હૈદરાબાદની છે. તે વર્ષ ૨૦૦૮માં બીગ બોસની કન્ટેસ્ટન્ટ હતી અને આ જ શોથી તે પ્રસિદ્ધ થઈ હતી. પાયલે તોબા તોબા, ઢોલ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.
Recent Comments