હાથીજણ અર્બન હેલ્થ સેન્ટરમાંથી માતા અને ચાર વર્ષની પુત્રીની દવા લઇને ઘરે જતી હતી. ત્યારે રોડ ક્રોસ કરતી વખતે પૂરઝડપે આવી રહેલ કાર ચાલકે બન્નેને ટક્કર મારી હતી. જેથી હવામાં ફંગોળાઈને જમીન પર માતા-પુત્રી પટકાતા માતાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે ચાર વર્ષની પુત્રીનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે વિવેકાનંનગર પોલીસે ફરાર કાર ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૃ કરી છે.
વટવામાં રહેતા યુવકે વિવેકાનનંદ નગર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે તેમની ૩૭ વર્ષીય પત્ની તથા બે બાળકો સાથે રહે છે. ગુરૃવારે સવારે તેમની પત્ની ચાર વર્ષની પુત્રી બિમાર હોવાથી તેને દવા લેવા માટે હાથીજણ અર્બન હેલ્થ સેન્ટર ખાતે લઈ ગયા હતા જવા લઈને તેઓ પરત આવી રહ્યા હતા અને અર્બન હેલ્થ સેન્ટર પાસેથી રોડ ક્રોસ કરી રહ્યા હતા તે સમયે પૂરઝડપે આવી રહેલ કાર ચાલકે તેમની પત્ની અને તેમની દિકરીને ટક્કર મારી હતી. જેથી બન્ને હવામાં ફંગોળાઈને જમીને પટકાઈ પડતા ગંભીર ઈજાઓ થવાથી પત્નીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે દીકરીને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતુ.
Recent Comments