fbpx
અમરેલી

અમરેલીનાં જેશીંગપરામાં જુગાર રમતા 7 પત્તાપ્રેમી ઝડપાયા

અમરેલી જેશીંગપરા શેરી નં.-4માં રહેતા લાલજીભાઈ નાજાભાઈ ત્રાડ સહિત 1ર જેટલા ઈસમો આજે વહેલી સવારે 4:30 કલાકે અમરેલીના જેશીંગપરાથી નવા ખીજડીયા જવાના ગાડા માર્ગ ઉપર ફોરવ્‍હીલની લાઈટના અજવાળે ભીમ અગિયારસના તહેવારે જાહેરમાં પૈસાની હાર જીતનો તીનપતીનો જુગાર રમતા હોવાની બાતમી અમરેલી એલ.સી.બી. પોલીસને મળતાં પોલીસે દરોડો પાડી રોકડ રકમ રૂા. 31,પ00, મોબાઈલ ફોન નંગ-પ કિંમત રૂા. રપ હજાર, મોટર સાયકલ નંગ-7 કિંમત રૂા. ર લાખ તથા ફોર વ્‍હીલ નં. જી.જે. 14 એ.કે. પ309 કિંમત રૂા. ર.પ0 લાખ મળી કુલ રૂા. પ,06,પ00ના મુદામાલ સાથે 7 ઈસમોને ઝડપી લીધા હતા. જયારે પ ઈસમો નાશી જવામાં સફળ રહેતા પોલીસે તેમની શોધખોળ આદરી છે

Follow Me:

Related Posts