અમિતાભ બચ્ચને સાયન, મુંબઈની લોકમાન્ય તિલક મ્યુનિસિપલ જનરલ હોસ્પિટલને હાઈટેક વેન્ટિલેટર તથા અન્ય કેટલાંક મેડિકલ ઈક્વિપ્મેન્ટ્સ દાનમાં આપ્યા છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપર કોર્પોરેશનના જણાવ્યા પ્રમાણે, બિગ બીએ જે ઈક્વિપ્મેન્ટ દાનમાં આપ્યા છે, તેમાં મોનીટર્સ, ઝ્ર આર્મ ઈમેજ ઈન્ટેન્સિફાયર તથા એક ઈન્ફ્યૂઝન પંપ સામેલ છે. વેન્ટિલેટર ઉપરાંત આ તમામ ઈક્વિપ્મેન્ટ્સ અંદાજે ૧.૭૫ કરોડના છે. અમિતાભે આપેલા વેન્ટિલેટર સર્જરી ડિપાર્ટમેન્ટમાં લગાવવામાં આવશે અને ઈક્વિપ્મેન્ટ્સની મદદથી ૩૦ દર્દીઓની સારવાર કરવામાં આવી છે.
કોરોનાની પહેલી લહેરથી જ અમિતાભ બચ્ચન જરૂરિયાતમંદ લોકોને મદદ કરી રહ્યા છે. ગયા મહિને તેમણે દિલ્હીના ગુરુ તેગબહાદુર કોવિડ કેર સેન્ટરને ૨ કરોડ રૂપિયાની મદદ કરી હતી. આ ડોનેશન અંગેની માહિતી દિલ્હી શિખ ગુરુદ્વારા કમિટીના અધ્યક્ષ મનજિંદર સિંહ સિરસાએ સો.મીડિયામાં આપી હતી અને અમિતાભનો આભાર માન્યો હતો.
બિગ બીએ પોતાના એક બ્લોગમાં કહ્યું હતું, કોરોનાની પહેલી લહેરથી અત્યાર સુધી તેઓ ૧૫ કરોડ રૂપિયા દાનમાં આપી ચૂક્યા છે. તેમણે કહ્યું હતું, ‘આ લડાઈમાં અનેક યોગદાન આપી રહ્યાં છે અને સતત તેઓ કરી રહ્યા છે. મેં દિલ્હીના એક કોવિડ કેર સેન્ટરને આપેલા ૨ કરોડ રૂપિયાની જ જાણ લોકોને છે. જાેકે, જેમ જેમ દિવસ પસાર થતાં રહ્યાં, તેમ તેમ મારું યોગદાન વધતું રહ્યું અને તે ૧૫ કરોડ રૂપિયા થઈ ગયું.
Recent Comments