ગુજરાત

અમે એવું કોઈ કામ નથી કર્યું જેનાથી માથું ઝુકાવવું પડે આટકોટમાં પ્રધાનમંત્રી

રાજકોટ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસ પર છે. જ્યાં પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદી એ રાજ્યના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ કર્યા હતા. લોકોને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે જ્યારે લોકોના પ્રયાસો સરકારના પ્રયાસો સાથે જોડાય છે, ત્યારે આપણી સેવા કરવાની શક્તિ વધી જાય છે. આટકોટની આ આધુનિક હોસ્પિટલ [KD Pardava Multi Speciality] તેનું મોટું ઉદાહરણ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધનમાં કેન્દ્રના એનડીએ સરકાર [NDA Government]ના 8 વર્ષ પુરા કર્યાની વાત પણ કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ સંબોધનમાં જણાવ્યું કે આ સમય દરમિયાન તેમની સરકારે એવું કોઈ કામ કર્યું નથી, જેના કારણે ઝુકવું પડે. પાણી સંકટને યાદ કરાવતા તેમણે કહ્યું કે 6 કરોડ પરિવારોને પાણી પૂરું પાડવામાં આવ્યું છે અને ગરીબોની ગરિમા સુનિશ્ચિત કરવામાં આવી છે. ગરીબોને ઘરના ઘર પણ યાદ કરાવવાનું પ્રધાનમંત્રી ભૂલ્યા નહીં. તેમણે કહ્યું કે, 3 કરોડથી વધુ ગરીબોને ઘર આપવામાં આવ્યા છે. ખેડૂતોને કરેલી સહાય યાદ કરવવા મોદી બોલ્યા કે, મુશ્કેલીના સમયમાં ખેડૂતોના ખાતામાં સીધા પૈસા જમા થયા છે. જ્યારે કોરોના દરમિયાન સારવારની જરૂરિયાત વધી ત્યારે અમે ટેસ્ટિંગ પણ વધુ તીવ્ર કર્યું. જ્યારે રસીની જરૂર પડી ત્યારે રસી પણ મફતમાં આપવામાં આવી હતી. અમે એવું કોઈ કામ નથી કર્યું જેનાથી માથું ઝુકાવવું પડે આટકોટમાં પ્રધાનમંત્રી –

Related Posts