અરવલ્લી જિલ્લામાં પ્રદેશ ભાજપ નેતા પર હુમલો કરવામાં આવ્યો હતો. મેઘરજ નગરમાં કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પ્રદેશ નેતા હિમાંશુ પટેલ કારમાં મેઘરજ મામલતદાર કચેરી પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. કારના કાચ તોડી હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. બનાવના પગલે મેઘરજ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને કાયદેસર કાર્યવાહી શરૂ કરી હતી.
અરવલ્લી જિલ્લામાં પ્રદેશ ભાજપ નેતા પર હુમલો કરવામાં આવ્યો

Recent Comments