આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કમિશન એજન્ટ એસોસિએશન દ્વારા યાર્ડમાં લસણની હરાજી બંધ રાખવામાં આવશે
હમણાં થોડા સમય અગાઉ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચાઈનીઝ લસણ (ઝ્રૐૈંદ્ગઈજીઈ ય્છઇન્ૈંઝ્ર) ના આશરે ૩૦ કટ્ટાની ઘુસી આવ્યા હતા. યાર્ડના લસણના વેપારીઓને ચાઈનીઝ લસણના કટ્ટા ધ્યાને આવતા યાર્ડના ચેરમેન જાણ કરી હતી. યાર્ડના સત્તાધીશો સ્થળ પર દોડી આવ્યા હતા અને વેપારીઓએ રજુઆત કરી હતી. આજે (૧૦ સપ્ટેમ્બર) ના રોજ કમિશન એજન્ટ એસોસિએશન દ્વારા યાર્ડમાં લસણની હરાજી બંધ રાખવા વિનંતી કરવામાં આવી છે.
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આશરે ૧૦ થી ૧૨ મોટા લસણના વેપારીઓ અને ૨૦ થી ૨૫ નાના વેપારીઓ હરાજીમાં લસણનો માલ ખરીદ કરે છે. ત્યારે લસણના વેપારી રમણિકભાઈ વાઘસિયાએ જણાવ્યું હતું કે આવતીકાલે તા. ૧૦ના રોજ અખિલ ભારતીય કિસાન યુનિયન દ્વારા લસણ માર્કેટ ભારત આખાના બંધ રાખવાનું એલાન અપાયું છે.જેના સંદર્ભમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડ સત્તાધીશોને રજુઆત કરી જણાવ્યું હતું કે આવતીકાલે ચાઈનીઝ લસણના વિરોધના બંધના સમર્થનમાં ગોંડલ યાર્ડ પણ જાેડાશે. અને બહારથી ચાઈનીઝ લસણ જે આવી રહ્યું છે એ પણ બે નંબરમાં જેનો કાયદેસર વિરોધ વેપારીઓ અને ખેડૂતો દ્વારા નોંધાય રહ્યો છે. ચાઈનીઝ લસણ થી ખેડૂતો અને વેપારીઓને આર્થિક નુકસાન છે અને સરકારને પણ આર્થિક નુકસાન છે ત્યારે આવતીકાલે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લસણની હરજીનું તમામ કામકાજ બંધ રહેશે.
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ૪૪ થી વધુ જણસીઓની આવક થાય સૌરાષ્ટ્રભર માંથી ખેડૂતો પોતાનો માલ વેચવા ગોંડલ માર્કેટિંગ યાર્ડને પ્રથમ પસંદગી આપતા હોય છે. જેમાં યાર્ડમાં સમગ્ર ભારત અને ગુજરાતમાં લસણનો મોટો વેપાર ગોંડલ માર્કેટિંગ યાર્ડનો છે. અહીં યાર્ડમાં દરરોજ ૪ થી ૫ હજાર લસણના કટ્ટાની આવક થતી હોય છે. આખા વર્ષ દરમ્યાન લસણની અંદાજે ૮ થી ૯ લાખ કટ્ટાની આવક થતી હોય છે.
ગોંડલ માર્કેટિંગ યાર્ડના કમિશન એસોસિએશનના પ્રમુખ યોગેશ ક્યાડાએ જણાવ્યું હતુંકે તા. ૬ ને શુક્રવારના રોજ બપોરના યાર્ડમાં લસણની આવક થવા પામી હતી. જેમાં ૩૦ જેટલા લસણના કટ્ટા ઘુસી ગયા હતા અને ગેરકાયદેસર રીતે વહેચાણ માટે આવેલ હતું. જે ચાઈનીઝ લસણને પોલીસ અધિકારીઓ દ્વારા સિઝ કરવામાં આવ્યું છે. આ વર્ષે ખેડૂતોને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લસણની હરાજીમાં પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે. ત્યારે ચાઈનીઝ લસણ ગેરકાયદેસર રીતે યાર્ડમાં વેચાણ માટે આવશે તો ખેડૂતોને પણ મોટુ નુકસાન થવાની ભીતિ છે. ત્યારે ખેડૂતોના હિત માટે સમગ્ર ભારત દેશમાં ચાઈના લસણના વિરોધમાં આવતીકાલે લસણની હરાજીનું કામકાજ સમગ્ર માર્કેટ યાડોમાં લસણની હરાજી બંધ કરવામાં આવનાર છે જેમના સપોર્ટમાં અહીં ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં માત્ર લસણની હરાજી પૂરતું કામકાજ લસણના વેપારીઓ દ્વારા અને કમિશન એજન્ટ એસોસિએશન દ્વારા આવતીકાલે લસણની હરાજી સદંતર બંધ રાખવામાં આવશે.
Recent Comments