fbpx
અમરેલી

આરટીઈ પ્રવેશ પ્રક્રિયાના બીજા રાઉન્ડ માટે ખાલી જગ્યા ધરાવતી શાળાઓની પુનઃ પસંદગી કરવા જોગ

શિક્ષણ ખાતા દ્વારા આરટીઈ કાયદા હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫% લેખે ધોરણ-૧માં નબળા અને વંચિત જુથનાં બાળકોને પ્રવેશ આપવા માટે ચાલુ વર્ષે પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ રાઉન્ડમાં આશરે ૭૪૫ જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો. જે વિદ્યાર્થીઓની અરજીઓ માન્ય થયેલ હોય અને પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મળેલ નથી માત્ર તેવા જ વિદ્યાર્થીઓને આરટીઈ હેઠળની ખાલી જગ્યા ધરાવતી બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓની પુનઃ પસંદગી કરવા તક આપવામાં આવે છે. જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકાય. જે વિદ્યાર્થીઓએ કરેલ અરજીમાં પસંદ કરેલ શાળાઓમાં ફેરફાર કરવા માંગતા હોય એટલે કે ખાલી જગ્યા ધરાવતી શાળાઓની પુનઃ પસંદગી કરવા માંગતા હોય તેવા વિદ્યાર્થીઓએ તા. ૧૯/૦૮/૨૦૨૧ ગુરવાર થી તા.૨૧/૦૮/૨૦૨૧ શનિવાર સુધીમાં આરટીઈના ઓનલાઈન વેબપોર્ટલ https://rte.orpgujarat.com/ પર જઈ શાળાઓની પુનઃ પસંદગીનાં મેનુ પર ક્લિક કરવાનું રહેશે.

ત્યારબાદ એપ્લિકેશન નંબર અને જન્મ તારીખની મદદથી લોંગ ઈન કરી શાળાઓની પુનઃ પસંદગી કરવાની રહેશે. શાળાઓની પન પસંદગી વખતે પોતાની પસંદગીનાં ક્રમ મુજબની શાળાઓ પસંદ કરવાની રહેશે ત્યારબાદ સબમીટ બટન ક્લિક કરી પ્રિન્ટ મેળવી પોતાની પાસે રાખવાની રહેશે. આ પ્રિન્ટની નકલ રિસિવિંગ સેન્ટર પર જમા કરાવવાની નથી. જેની ખાસ નોંધ લેશો. શાળાઓની પુન પસંદગી બાબતે કોઈ મુશ્કેલી જણાય તો તમારા અરજી પત્રકમાં દર્શાવેલ જિલ્લાના હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરવાનો રહેશે. જે વિદ્યાર્થીઓ શાળાઓની પુનઃ પસંદગી કરવા ન માંગતા હોય તો તેઓ દ્વારા અગાઉ પસંદ કરેલ શાળાઓને માન્ય રાખી નિયમાનુસાર બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

Follow Me:

Related Posts