fbpx
રાષ્ટ્રીય

આ 3 ફ્રૂટ્સ ખાશો સો સડસડાટ ઓગળવા લાગશે પેટની ચરબી

આજના આ સમયમાં અનેક લોકો ડાયટિંગ કરીને પોતાનું વજન ઉતારતા હોય છે, તેમ છતાં વજન ઓછુ થતુ નથી. વજન ઉતારતી વખતે તમે કસરત પર પણ એટલું ધ્યાન આપો છો તો તમારું વજન સડસડાટ ઉતરવા લાગે છે. જો કે વજન ઉતારવા માટે ડાયટિંગ પર પણ એટલું જ ધ્યાન આપવું જરૂરી છે. કહેવાય છે કે જો તમે આ 3 ફ્રુટ્સ નિયમિત ખાઓ છો તો તમારા પેટની ચરબી ઝડપથી ઓગળવા લાગે છે અને સાથે-સાથે તમને અનેક વસ્તુઓથી રાહત પણ મળે છે.

સફરજન

ભૂખ લાગી હોય ત્યારે તમે નાસ્તામાં સફરજન ખાઓ છો તો તમારું વજન સડસડાટ ઉતરવા લાગે છે. સફરજન ખાવાથી વજન કંટ્રોલમાં રહે છે. સફરજનમાં કેલરીની માત્રા નહિવત હોય છે જેના કારણે એ ખાઓ છો તો વજન વધતુ નથી અને ઉતરવા લાગે છે. સફરજનમાં વિટામીન અને મિનરલ્સ સિવાય ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે, જે ચરબી ઘટાડવા માટે અક્સીર છે.

રાસબરી

રાસબરી પણ વજન ઘટાડવા માટે અક્સીર ઉપાય છે. રાસબરી શરીરની કેલરી ઘટાડે છે. રોજની 100 થી 200 મિલિગ્રામ રાસબરી ખાવાથી સ્વાસ્થ્યને અનેક ઘણો ફાયદો થાય છે. આ સાથે જ કેલરીની માત્રા પણ ઘટે છે.

નારિયેળ

નારિયેળમાં ભરપૂર માત્રામાં ફાઇબર અને વિટામીન એ,બી,સી જેવા પોષક તત્વો હોય છે જે શરીરની ચરબી ઘટાડવા માટે સૌથી બેસ્ટ છે. દરરોજ એક નારિયેળ પાણી પીવાથી કોલેસ્ટ્રોલ લેવલ ઘટે છે અને સાથે પાચનશક્તિ પણ મજબૂત થાય છે. આમ, તમારે તમારા ડાયટ ચાર્ટમાં દરરોજ નારિયેળ, સફરજન અને રાસબરી ખાવી જોઇએ. જો તમે આ 3 ફ્રુટ્સનું સેવન નિયમિત કરો છો તો તમારું વજન સડસડાટ ઘટવા લાગે છે અને સાથે પેટની અને સાથળની ચરબી પણ ઓછી થાય છે.  

Follow Me:

Related Posts