fbpx
રાષ્ટ્રીય

ઇન્ડોનેશિયા એ નિકાસ બંધ કરતા તેલના ભાવ વધ્યા, ડબ્બે 2800 રૂપિયા, 10 દિવસમાં 70 રૂપિયા વધ્યા

ઇન્ડોનેશિયા એ નિકાસ બંધ કરતા તેલ મોંઘું થયું. ગુજરાતમાં સિંગતેલનો ભાવ 10 દિવસમાં 70 રૂપિયા સુધીનો વધારો થયો છે. મોંઘવારીમાં સતત આપણે પીસાતા જઈ રહ્યા છે ત્યારે સિંગતેલના ડબ્બાના ભાવ 2750 થી વધીને 2800 રૂપિયા પહોંચ્યા છે કપાસિયા તેલ ના ડબ્બા ના ભાવ 2700 થી 2750 રૂપિયા પહોંચ્યા છે.   ઇન્ડોનેશિયા ની અસર એટલી બધી નહીં વર્તાય કેમ કે થાયલેન્ડન સહિતના દેશોની અંદર પણ તેલની નિકાસ કરી શકાશે. જેથી ગુજરાતમાં જે ભાવ વધી રહ્યા છે તેમાં આગામી સમયમાં બની શકે છે કે ભાવ ના પણ વધે, પરંતુ જે ભાવો વધ્યા છે તેને જોતા એવું લાગે છે કે તેલના ડબાના ભાવ 3000 પહોંચે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.   10 દિવસમાં 70 રૂપિયા ના ભાવો વધ્યા છે. જેથી 2000 થી 2200 રૂપિયા લના ભાવ 2800 રૂપિયા થયા છે એટલે 800 રૂપિયા સુધીનો વધારો થયો છે. ઈંધણ પછી તેલના પણ ભાવમાં ભડકો જોવા મળ્યો છે.     તેલના ભાવ નવા વધારા સાથેના   કપાસિયા પામતેલ 2550 સીંગતેલ 2800 કપાસિયા 2750 સનફ્લાવર 2900

Follow Me:

Related Posts